વાઈફ સ્વેપિંગ (પત્ની અદલાબદલી) વિશે તો ઘણાએ સાંભળ્યું છે. મોટા શહેરોમાં પત્નીઓની અદલાબદલી કરીને સેક્સ માણવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે પરંતુ આ દરમિયાન હસબંડ સ્વેપિંગની એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે જેમાં પરિણીતાને ભૂલથી પતિને બદલે પડોશી યુવાન સાથે અંતરંગ થવું પડ્યું હતું પરંતુ ખબર પડી ત્યાં સુધી પડોશી યુવાન પરિણીતા સાથે ખેલ ખેલી લીધો હતો.
યુપીના ભદોહી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાડોશીએ અંધારાનો ફાયદો ઉઠાવીને એક પરિણીત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતા આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે તેનો પોલીસ સ્ટેશનથી પીછો કરવામાં આવ્યો હતો. આ પછી મહિલાએ કોર્ટમાં ન્યાય માટે અપીલ કરી હતી. જે બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો.
પીડિતાનો આરોપ છે કે જ્યારે તે તેના રૂમમાં સૂતી હતી ત્યારે તેનો પાડોશી કંચુ (32) અંધારાનો લાભ ઉઠાવીને ચુપચાપ આવીને તેની બાજુના પલંગ પર સૂઈ ગયો. અંધારામાં મહિલાને લાગ્યું કે તેનો પતિ આવી ગયો છે, પરંતુ થોડા સમય પછી કંચુની હરકતોથી તેને શંકા ગઈ. તે કંઈ સમજે તે પહેલા પાડોશીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી જેથી બધા ભેગા થઈ ગયાં. પીડિતાએ કંચુને પકડીને પોલીસને બોલાવી હતી. અવાજ સાંભળીને કંચુના બે ભાઈ ગામાઈ અને બોરા પણ સ્થળ પર પહોંચી ગયા. તેઓએ પીડિતા સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. પોલીસ આવી ત્યાં સુધીમાં ત્રણેય ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતા.
પીડિતાનો આરોપ છે કે જ્યારે તે ગોપીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ તો પોલીસે તેની વાત ન સાંભળી અને પોલીસ સ્ટેશનથી તેનો પીછો કર્યો. આના પર મહિલાએ 7 ઓગસ્ટના રોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) સબિહા ખાતૂનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને આરોપી કંચુ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટના આદેશ પર પોલીસે બળાત્કાર અને ફોજદારી ધમકી જેવી કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ગોપીગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે કેસ નોંધાયા બાદ આરોપી અને તેના બે ભાઈઓ ફરાર થઈ ગયા છે. પોલીસ હવે તેમની શોધખોળ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
વાઈફ સ્વેપિંગ એટલે પત્નીઓની અદલાબદલી. આવું તમે અક્ષયકુમાર અને બોબી દેઓલની ફિલ્મ અજનબીમાં જોયું હશે. બસ એજ વસ્તુ હવે હાઈફાઈલ લોકોમાં મોર્ડન કલ્ચરનું રૂપ લઈ રહ્યું છે. જેમાં પતિના મિત્રો, બિઝનેસ પાર્ટનરો અને ઘણાં કિસ્સામાં પાડોશીઓની સાથે પતિઓ પોતે પોતાની પત્નીઓની અદલાબદલી માટેની પાર્ટી રાખે છે. આ પ્રકારની પાર્ટીને સીક્રેટ પાર્ટી, સ્પેશિયલ પાર્ટી, સોશ્યિલ પાર્ટી, રિલેક્સ પાર્ટી, રેવ પાર્ટી, સ્વેપિંગ પાર્ટી, એક્સચેન્જ પાર્ટી જેવા અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમાં મિત્રો કોઈ એક વ્યક્તિના ઘરે એકઠા થાય છે અને ત્યાં પોતાના ઘરની, ગાડીની ચાલીઓ કાઢીને ટેબલ પર મુકે છે. પછી એ લોકો હાથ તાળી આપીને દાવ પકાવે છે. અથવા તો બોટલ સ્પીન કરીને વારો કાઢે છે. આ ઉપરાંત ઘણીવાર એ લોકો કિચન-કી…ની રમત રમે છે. જેમાં તેઓ પોતાના ઘર અને ગાડીની ચાવી સાથે પોતાની વાઈફને પોતાના મિત્રને હવાલે કરી દે છે. અને પછી તેઓ આ રીતે ત્યાંથી પોતપોતાના નક્કી કરેલાં સ્થળે ઘરે અથવા બહાર આ વિચિત્ર રમત રમવા પહોંચી જાય છે.