સુરતમાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની છે,આરોપી યશ બોરાનીએ આ દુષ્કર્મ કોઈ હોટલમાં નહી પણ કપલ બોકસમાં આચર્યુ છે,જેને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી છે,જે કપલ બોકસમાં આ દુષ્કર્મ આચર્યુ તેના માલિકની પણ પોલીસે ધરપકડ કરી છે,લીંબાયત પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે અને બે આરોપીની ધરપકડ કરી છે.
21 વર્ષીય યશ બોરાનીએ કપલ બોક્સમાં દુષ્કર્મ આચર્યુ છે જેને લઈ કિશોરીએ સમગ્ર વાત તેના પરિવારને જણાવી હતી જેને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે.યૌનશોષણ પ્રકરણમાં સંચાલકની ધરપકડ કરાઈ છે,કોફી શોપની આડમાં આ કપલ બોકસ ચલાવવામાં આવતુ હતુ અને કપલ બોકસના એક કલાકના રૂપિયા 300 લેવામાં આવતા હતા,સુરતમાં કોફી શોપની આડમાં સેકસના હાટ ધમધમતા થયા હોય તેવી વાત સામે આવી છે.અગાઉ પણ પોલીસે કપલ બોકસમાં રેડ કરી હતી.
સુરત તેમજ વડોદરામાં સૌથી વધારે કપલ બોકસનો ધંધો ધમધમે છે આ ધંધામાં રૂપિયા કમાવવાની લાલચે સંચાલકો ભાડે જગ્યા આપતા હોય છે,કોફી અથવા કેફેની આડમાં કપલ બોકસ બનાવવામાં આવતા હોય છે,જેમાં કપલ પાસેથી કોઈ આડી પ્રુફ લેવામાં આવતું નથી અને રૂમ ભાડે આપી દેવામાં આવે છે.સુરતના ડીંડોલી વિસ્તારમાં કપલ બોકસની ભરમાર જોવા મળે છે અને યુવક-યુવતીઓ કપલ બોકસમાં આવતા પણ નજરે પડે છે ત્યારે પોલીસ દ્રારા રેડ કરાય અને કપલ બોકસ ચલાવતા સંચાલકો સામે કાર્યવાહી કરાય છે તે જરૂરી છે.
કપલ દ્રારા હોટલની જગ્યાએ કપલ બોકસનો ઉપયોગ કરવામાં આવે છે,અંગત પળો માણવા માટે કપલ બોકસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં કોઈ કેફે અથવા તો કોફી શોપીની આડમાં રૂમો બનાવવામાં આવે છે અને તે કલાક પ્રમાણે ભાડે આપવામાં આવે છે.સુરત અને વડોદરામાં સૌથી વધારે કપલ બોકસનો ઉપયોગ થતો હોય છે.સુરત પોલીસે પહેલા પણ કપલ બોકસમાં રેડ કરી હતી અને બંધ કરાવ્યા હતા અત્યારે ફરીથી કપલ બોકસ ધમધમતા થયા છે તેનું આ ઉદાહરણ છે.