વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ચારૂપ – પાટણ GIDCના ૨૬૪ પ્લોટની ઇ-ડ્રોથી ફાળવણી

Spread the love


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે ચારૂપ GIDCના ૨૬૪ પ્લોટની ઇ-ડ્રોથી ફાળવણી કરી હતી.
મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે રાજ્યના આઠ જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહત, ૫ જિલ્લામાં નવા બહુમાળી શેડ અને આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ મોડલ એસ્ટેટ તૈયાર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અગાઉ ગુજરાતમાં માત્ર ૬૦૦૦ MSME એકમો કાર્યરત હતા જ્યારે છેલ્લા અઢી દાયકાથી રાજ્ય સરકારના પ્રયાસોથી અંદાજે ૩૫ લાખ MSME એકમો કાર્યરત છે જે યુવાનોને રોજગારી આપવામાં ખૂબ જ મહત્તમ ભૂમિકા ભજવે છે. GIDC દ્વારા MSME એકમોને વધુ પ્રોત્સાહિત કરવા જરૂરી તમામ સુવિધા અને સહયોગ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ તેમ તેમણે ઉમેર્યું હતું.
ઝડપી નિર્ણયોથી લોકોની આશા- અપેક્ષાઓ વધી છે તેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર તત્પર છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યના GIDC વિસ્તારોમાં કામ કરતા અન્ય રાજ્યોના શ્રમિકોને રહેવા- જમવા માટેની PPP ધોરણે સુવિધાયુક્ત હોસ્ટેલ જેવી યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન ભારતને ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા ગુજરાતે નેતૃત્વ લેવું પડશે. ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે FDIમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. ગુજરાતે MSMEના ઉદ્યોગકારોને વધુ બળ આપવા GIDCમાં પ્લગ એન્ડ પ્લેની વ્યવસ્થા ઉભી કરી છે. આગામી સમયમાં એક જિલ્લો, એક ઉત્પાદન ઉપર GIDCએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેનાથી વધુ રોજગારી ઉપલબ્ધ થશે. ગુજરાતમાંથી વિવિધ ઉત્પાદનોની નિકાસ ઉપર વધુ બળ આપવા ઉદ્યોગકારોને મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે આહવાન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે વિશ્વની માંગ મુજબ હવે રાજ્યની તમામ GIDCએ વધુ પૂરક બનવું પડશે. વૈશ્વિક માંગ મુજબ ઉત્પાદનો તૈયાર કરવા પડશે. ગુજરાત આજે ફાર્મા અને કેમિકલ્સ ઉદ્યોગમાં ભારતનું હબ બન્યું છે. રાજ્યમાં પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથેસાથે ઇઝ ઓફ લિવિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવશે. વિદેશના લોકો જ્યારે રોકાણ માટે ગુજરાતમાં આવતા હોય ત્યારે તેમને રહેવા માટે પાયાની ઉત્તમ સુવિધા આપવી ખૂબ જરૂરી છે. મારૂતિ સુઝુકીમાં પરિણામે સાણંદ આજે મિનિ જાપાન બન્યું છે. ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦, MSME નીતિ, સોલાર પોલીસી જેવી નીતિઓ GIDCના કાર્યક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.
મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે ચારૂપ ખાતે પ્લોટ મેળવનાર ઉદ્યોગપતિઓને અભિનંદન આપી સફળ ઉદ્યોગ માટે શુભેચ્છાઓ આપી હતી.
GIDCના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂતે સરસ્વતી ખાતે ચારૂપ GIDCના ઉદ્દઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન કરીને પ્લોટ મેળવનાર ઉદ્યોગકારોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, GIDCના વાઇસ ચેરમેનશ્રી એમ. થેન્નારસન તેમજ ચારૂપ ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિત વિવિધ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com