ગાંધીનગર ખાતે ત્રિદિવસીય “૧૭મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-૨૦૨૪”નું આયોજન

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા. ૨૫ ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સનો શુભારંભ કરાવશે
*****
• “શહેરી પરિવહનના નિરાકરણોના સ્ટાન્ડર્ડાઈઝેશન અને ઑપ્ટિમાઈઝેશન” વિષય પર કોન્ફરન્સનું આયોજન
• “બેસ્ટ પ્રેક્ટીસીસ પ્રોજેક્ટ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ” માટે ૯ કેટેગરીમાં પુરસ્કાર અપાશે
• પ્રદર્શનમાં મેટ્રો રેલ કંપનીઓ, જાહેર-ખાનગી ક્ષેત્રના ૭૬ જેટલા પ્રદર્શકો ભાગ લેશે
• વિશ્વની પ્રતિષ્ઠિત ૯ સંસ્થાઓ કોન્ફરન્સમાં નોલેજ પાર્ટનર તરીકે સહભાગી થશે
• ૮ ટેકનીકલ સેશન, ૯ રાઉન્ડ ટેબલ, ૮ રીસર્ચ સિમ્પોઝીયમ, એક પ્લેનરી સેશન યોજાશે

*****

 

ગાંધીનગર ખાતે તા. ૨૫ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન “૧૭મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-૨૦૨૪” યોજાશે. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી જયદીપે આ સંદર્ભે મહાત્મા મંદિર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે આયોજિત ૧૭મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પોનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨૫ ઓક્ટોબરના રોજ શુભારંભ કરાવશે. અગાઉ ગુજરાતમાં વર્ષ ૨૦૧૬માં પણ “૯મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો”નું સફળ આયોજન થયું હતું.

તેમણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, “શહેરી પરિવહનના નિરાકરણોના સ્ટાન્ડર્ડાઈઝેશન અને ઑપ્ટિમાઈઝેશન” વિષય પર આયોજિત ૧૭મી UMI કોન્ફરન્સ અને એક્સ્પોનું ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઇન્સ્ટિટ્યુટ ઑફ અર્બન ટ્રાન્સપોર્ટ, ગુજરાત સરકાર અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના સહકારથી આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો સમાપન સમારોહ તા. ૨૭ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરના અધ્યક્ષ સ્થાને તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી તોખન સાહૂ અને ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સમાપન સમારોહ દરમિયાન “બેસ્ટ પ્રેક્ટીસીસ પ્રોજેક્ટ ઇન અર્બન ટ્રાન્સપોર્ટ”ના વિજેતા રાજ્ય અને શહેરી સત્તામંડળને નીચે મુજબની કુલ ૯ કેટેગરીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
૧. City with the Most Sustainable Transport System
૨. City with the Best Public Transport System
૩. City with the Best Non-Motorized Transport System
૪. City with the Best Safety and Security System & Record
૫. City with the Best Intelligent Transport System (ITS)
૬. City with the Most Innovative Financing Mechanism
૭. City with Best Record of Public Involvement in Transport
૮. Metro Rail with the Best Multimodal Integration
૯. Metro Rail with the Best Passenger Services and Satisfaction

આ પ્રસંગે આયોજિત ત્રિદિવસીય પ્રદર્શનમાં ભારત અને વિદેશમાં શહેરી પરિવહનના ઉત્તમ પ્રકારો, અદ્યતન શહેરી પરિવહન ટેકનોલૉજી, સેવાઓ અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં વર્તમાન સ્થિતિનું નિદર્શન કરાવવામાં આવશે. જેમાં મેટ્રો રેલ કંપનીઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના લગભગ ૭૬ જેટલા પ્રદર્શકો ભાગ લેશે.

આ કોન્ફરન્સ અને એક્સ્પોમાં વિશ્વની પ્રતિષ્ઠિત ૯ સંસ્થાઓ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી થશે. જેમાં GIZ, એશિયન ડેવલપમેન્ટ બેંક, યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક, કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર-CEEW, WRI ઇન્ડિયા, ધી અર્બન કેટલીસ્ટ, TERI, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને CEPT-અમદાવાદનો સમાવેશ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ૮ ટેકનીકલ સેશન, ૯ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ૮ રીસર્ચ સિમ્પોઝીયમ અને એક પ્લેનરી સેશન સહિતના વિવિધ સેશનો યોજાશે. મેટ્રો રેલ કંપનીઓના મેનેજિંગ ડિરેકટરશ્રીઓ માટે એક વિશેષ સત્ર હશે, જેમાં વિવિધ મેટ્રો રેલ સંસ્થાઓ દ્વારા પાલન કરવામાં આવતી ઉત્તમ કાર્ય પધ્ધતિઓ વિશે પ્રત્યક્ષ જાણકારી મળશે.

આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, પ્રતિનિધિઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, મેટ્રો રેલ કંપનીઓના મેનેજિંગ ડિરેકટરશ્રી, ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ્સ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વ્યાવસાયિકો સહિત ૩,૦૦૦ જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત અર્બન ડેવલપ મિશનના એડીશનલ સી.ઈ.ઓ શ્રી રાજકુમાર બેનીવાલ તેમજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેક્ટ અને પ્લાનિંગ ડિરેક્ટર શ્રી આનંદ સિંઘ બિષ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com