ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલ તેમની સક્રિય સેવામાંથી રાજીનામું આપશે,હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિમણૂંક થઈ છે તેને લઈ તેઓ ચાર્જ સંભાળશે સાથે સાથે 11 નવેમ્બરે GPSCના ચેરમેન તરીકે તેઓ ચાર્જ સંભાળશે અને 1 GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારોને મળશે નવા ચેરમેન,હસમુખ પટેલ એ ખૂબ સારા અને ઉમદા અધિકારી છે અને તેમને જેટલી પણ જવાબદારી સોંપાઈ હતી તે તમમા જવાબદારી તેમણે સારી રીતે નિભાવી છે.
IPS હસમુખ પટેલ ચાલુ વર્ષે 11 નવેમ્બરથી GPSC ના ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે. ત્યારે આ મહત્ત્વની જવાબદારી સંભાળતા પહેલા IPS ની સક્રિય સેવાઓમાંથી હસમુખ પટેલે રાજીનામું આપ્યું છે. GPSC નાં ચેરમેનનું પદ બંધારણીય હોવાથી સરકારી સેવામાંથી રાજીનામું આપવું પડે છે. હવે પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડ નિમણૂક સંદર્ભે સરકાર જલદી નિર્ણય લઈ શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
લોક રક્ષક ભરતી બોર્ડનાં અધ્યક્ષ અને IPS હસમુખ પટેલ જલદી ગુજરાત જાહેર સેવા આયોગનું (GPSC) કાર્યભાર સંભાળશે. અગાઉ 28 ઓક્ટોબરનાં રોજ રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSC નાં ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.