રાજયમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટનાઓ સામે આવી છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં પોલીસ કર્મીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું તો રાજકોટની ધોરણ12 સાયન્સની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી આપઘાત કર્યો. કચ્છના ગાંધીધામના શિણાયમાં પોલીસકર્મીના આપઘાતની ઘટના સામે આવી છે. ચંદ્રપાલસિંહ જાડેજા નામના પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક ચંદ્રપાલસિંહ જાડેજા LCB શાખામાં ફરજ બજાવતા હતા .પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં આપઘાતનો અન્ય એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો, જ્યાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી આપઘાત કર્યો. મૃતક વિદ્યાર્થીનીની સ્યુસાઇડ નોટ મળી આવી છે.. જેમાં તેણે લખ્યું છે કે માફ કરજો મમ્મી, તમારુ ડોક્ટર બનવાનું સપનું પુરુ ન કરી શકી. રાજકોટની યુનિવર્સિટી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.