આ ભિખારીએ અમીરોને પણ શરમાવે તેવી શાહી દાવત આપી

Spread the love

પાકિસ્તાનના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવારે તેમની દાદીના મૃત્યુના 40મા દિવસે 20,000 લોકો માટે શાહી દાવતનું આયોજન કર્યું. આ શાહી દાવતમાં પીરસવામાં આવેલી વાનગીઓ વિશે જાણીને ચોંકી જશો. તેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેને જોઈને લોકો પૂછી રહ્યા છે કે ભિખારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? એમ તો હાલમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, દેશ દિવસેને દિવસે કંગાળ થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાનથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને ઘણા કરોડપતિઓ અને અબજોપતિઓના હૃદય બેસી જશે. કંગાળ દેશના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવારે 20,000 લોકો માટે શાહી દાવતનું આયોજન તો કર્યું જ, સાથે જ મહેમાનોને સ્થળ પર લઈ જવા માટે લગભગ 2,000 વાહનોની વ્યવસ્થા પણ કરી. જાણીને નવાઈ લાગશે કે ભિખારી પરિવારે આ માટે લગભગ 1.25 કરોડ પાકિસ્તાની રૂપિયા (ભારતીય ચલણમાં લગભગ 38 લાખ રૂપિયા) ખર્ચી કાઢ્યા. ભિખારી દ્વારા થયેલા આટલા મોટા આયોજન વિશે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. સાથે જ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા જગાવી દીધી કે તેની પાસે આટલા પૈસા આવ્યા કેવી રીતે?

https://twitter.com/i/status/1858079803821465859

 

 

 

 

 

 

https://twitter.com/i/status/1858126389687255456

 

મીડિયા અહેવાલો અનુસાર, ભિખારી પરિવારે ગુજરાનવાલામાં રહવાલી રેલ્વે સ્ટેશન નજીક તેની દાદીના મૃત્યુના 40મા દિવસે આ ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર પંજાબમાંથી હજારો લોકોએ ભાગ લીધો હતો. હવે જો તમે આ આયોજનના મેન્યૂ વિશે જાણશો, તો તમને વધારે ઝટકો લાગશે. ભિખારી પરિવારે બપોરે રાખેલી આ દાવતમાં મહેમાનો માટે સિરી પાયે, મુરબ્બા અને મીટની વિવિધ વાનગીઓ તૈયાર કરાવી હતી. રાત્રિભોજનમાં મહેમાનો માટે મટન, નાન મટર ગંજ (મીઠા ભાત) સિવાય ઘણી પ્રકારની મીઠાઈઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, મહેમાનોની આટલી સંખ્યાને ધ્યાનમાં રાખીને, પરિવારે આ પ્રસંગે કથિત રીતે 250 બકરાની બલિ આપી દીધી હતી. આ ભવ્ય દાવતના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મહેમાનોએ આની જોરદાર પ્રશંસા કરી, તો અન્ય લોકોએ પૈસાના સોર્સને લઈને સવાલો ઉભા કર્યા. એક યુઝરે કટાક્ષ કર્યો કે એ સાચું છે કે પાકિસ્તાનમાં જેને ભીખ માંગતા શીખી લીધું, એ ક્યારેય ભૂખ્યા નથી રહેતા. અન્ય એક યુઝરનું કહેવું છે કે, મને એ વિચારીને નવાઈ લાગે છે કે જે દેશમાં કંગાળ થવાની કગાર પર છે ત્યાં એક ભિખારી પરિવાર ભવ્ય મિજબાની પર કરોડો રૂપિયા કેવી રીતે ઉડાવી રહ્યો છે. ઘણા યુઝર્સ એ જાણવા માટે ઉત્સુક છે કે એક ભિખારી પરિવાર આટલી ભવ્ય પાર્ટીનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com