મકાનોમાં લીકેજિસ હોય તે તમામ બિલ્ડર રિપેર કરાવી આપે અને લાઈફટાઈમ મેન્ટેનન્સની કુલ રકમ રૂ. 3.62 કરોડ સોસાયટીના બેંક એકાઉન્ટમાં જમા કરાવી આપે : ગુજરાત રેરા
અમદાવાદ
ગુજરાત રાજ્યમાં શહેરો વિકસિત થઈ રહ્યા છે, નવી નવી લાખો સોસાયટીઝ અને ટાઉનશિપ બની રહી છે, આ રહેણાંક પ્રોજેક્ટસમાં એસોસિએશનની રચના અને મકાનો ખરીદનારાઓ પાસેથી મેન્ટેનન્સ પેટે ઉઘરાવવામાં આવેલી રકમ બાબતે ગુજરાત RERA એ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.RERA માં નોંધાયેલ કોઈ પણ પ્રોજેક્ટના બિલ્ડર અથવા ડેવલપર તે સોસાયટી અથવા ટાઉનશિપ બનાવી લીધાં પછી, તે રહેણાંક પ્રોજેક્ટમાં રહેવાસીઓનું એસોસિએશન બનાવવાની જવાબદારીઓથી બંધાયેલ છે.આ પ્રકારનું એસોસિએશન બનાવવું, એસોસિએશનનું બેંક એકાઉન્ટ ખોલાવવું અને આ પ્રોજેક્ટમાં જે લોકોએ મકાનોની ખરીદીઓ કરી હોય અને તે સમયે બિલ્ડર અથવા ડેવલપરે આ મકાનમાલિકો પાસેથી લાઈફટાઈમ મેન્ટેનન્સની જે કુલ રકમ ઉઘરાવેલી હોય, તે તમામ રકમ તે સોસાયટી અથવા ટાઉનશિપના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહે છે. આ જવાબદારીઓ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બિલ્ડર અથવા ડેવલપરે ફરજિયાત રીતે નિભાવવાની રહે છે- તેમ ગુજરાત RERA એ એક કેસમાં કહ્યું છે.ગુજરાત RERA ના સેક્શન 11(4)(e) મુજબ, આ પ્રકારની કો-ઓપરેટિવ સોસાયટીની રચનાની જવાબદારીઓ બિલ્ડરની, આ ઉપરાંત સેકશન 17(1) મુજબ, આ સોસાયટીનું મેનેજમેન્ટ બિલ્ડરે સોસાયટીને હેન્ડઓવર કરવાનું, સોસાયટીના તમામ કોમન એરીયાની માલિકી સોસાયટીને આપવાની અને બિલ્ડરે મકાન ખરીદનારાઓ પાસેથી જે લાઈફટાઈમ મેન્ટેનન્સની રકમો વસૂલી હોય તે તમામ રકમ આ સોસાયટીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવવાની- આ પ્રકારની જોગવાઈઓ છે.
અમદાવાદના આ કેસમાં ગુજરાત RERA ની બેન્ચે ઉપરોકત ચુકાદા સાથે એમ પણ કહ્યું કે, આ સોસાયટીમાં જ્યાં પણ મકાનોમાં લીકેજિસ હોય તે તમામ બિલ્ડર રિપેર કરાવી આપે અને લાઈફટાઈમ મેન્ટેનન્સની કુલ રકમ રૂ. 3.62 કરોડ સોસાયટીના બેંક એકાઉન્ટમાં જમા કરાવી આપે. આ પ્રોજેક્ટ ચાર વર્ષ અગાઉ પૂર્ણ થયેલો, ત્યારબાદ અત્યાર સુધી ડેવલપરે ઉપરોકત નિયમોનું પાલન કર્યું ન હતું આથી સોસાયટીના 17 રહેવાસીઓ ગુજરાત RERA માં પહોંચ્યા હતાં