રાજ્ય સરકાર 500 કરોડ અને કોર્પોરેશન 250 કરોડ નો ખર્ચ કરશે,ત્રણ વસ્તુનો મલ્ટીપલ યુઝ કરી શકાય તે રીતનું આયોજન : દેવાંગ દાણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે રીવર ફ્રન્ટની નામના દેશ-વિદેશમાં થતી જાય છે. અમદાવાદ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની નામના મેળવતું જાય છે તેને લઈને અને ભારતનું સાતમા નંબરનું મોટું શહેર છે ત્યારે અમદાવાદ શહેરને એક આંતરાષ્ટ્રીય કક્ષાના કન્વેન્શન સેન્ટરની જરૂરીયાત છે.અમદાવાદના નદીના પશ્ચિમ કાંઠે ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ટાગોર હોલ, સંસ્કાર કેન્દ્ર, ઈવેન્ટ સેન્ટર પાસેના પ્લોટમાં સંયુક્ત રીતે આ કન્વેન્શન સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયા એમ કુલ 750 કરોડ રૂપિયાના ખર્ચે કન્વેન્શન સેન્ટર બનશે. રિવર ફ્રન્ટને પણ ડેસ્ટિનેશન વેડિંગ તરીકે વિકસાવવાનું આયોજન પણ છે. ત્રણ વસ્તુનો મલ્ટીપલ યુઝ કેવી રીતે કરી શકાય તે રીતનું આયોજન કરવામાં આવશે.
નજીકમાં ઈવેન્ટ સેન્ટર, ટાગોર હોલ તથા સંસ્કાર કેન્દ્ર જેવા વિસ્તારમાં એચિવમેન્ટ મળે તે હેતુથી આ કન્વેન્શન સેન્ટર બનાવવાનું આયોજન હોઈ તેનો ખૂબજ બહોળા પ્રમાણમાં ઉપયોગ થશે.રીવરફ્રન્ટને આ વિસ્તારને ડેસ્ટીનેશન વેડીંગ માટે વિકસાવવાનું આયોજન છે.કોન્વેન્શન સેન્ટરમાં પાર્કીંગની સુવિધા માટે નજીકમાં રીવરફ્રન્ટ મલ્ટી લેવલ કાર પાર્કીંગ અઅવેલ છે ઉપરાંત વધુ પાર્કીંગનો સમાવેશ પણ આ દરખાસ્તમાં કરવામાં આવેલ છે.
કોન્વેન્શન સેન્ટરમાં ટ્રાફીક માટે આશ્રમ રોડને જોડતા ટી.પી.રોડને વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.જગ્યાએ કન્વેન્શન, કલ્ચલ તથા બિઝનેશ સેન્ટર બનવાથી બહુહેતુક સુવિધાઓ ઉપલબ્ધ થશે.કન્વેન્શન, કલ્ચરલ તથા બિઝનેશ સેન્ટરમાં નીચે જણાવેલ સિિવધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
કન્વેન્શનની વિશેષતાઓ
એક્ઝીબીશન હોલ- ૪૦૦૦ ચો.મી.
કન્વેન્શન હોલ- ૪૦૦૦ ચો.મી.
મીટીંગ રૂમ- ૨૦ રૂમો
પર્ફોમીંગ આર્ટ થીએટર- ૧૫૦૦ વ્યક્તિ માટે
હોટલ- ૩૦૦ રૂમો
થીએટર ડોમ- ૩૦૦ થી ૪૦૦ વ્યક્તિઓ માટે
એમ્ફીથીએટર-૬૦૦ થી ૮૦૦ વ્યક્તિઓ માટે
કલ્ચરલ પ્લાઝા- ૫૦૦૦ ચો.મી.
ગાડીઓનું પાર્કીંગ- ૧૦૦૦ ગાડીઓ