જંગલમાં લાવારિસ કાર, અંદરથી મળ્યું 55 કિલો સોનું, 15 કરોડ રોકડ, ઘટનાની જાણ થતા તંત્ર દોડતું થયું

Spread the love

મધ્યપ્રદેશના ભોપાલમાં બે દિવસથી ચાલી રહેલાં ઇનકમ ટેક્સ દરોડા વચ્ચે ગઈકાલ મોડી રાત્રે મોટા પ્રમાણમાં બેનામી રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ બેનામી રોકડ અને સોનું હાલમાં ચાલી રહેલા પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સૌરભ શર્માના દરોડા સાથે લિંક છે. તેના સહકર્મી ચંદન સિંહ ગૌર પર સંકજો કસાયો છે. લોકાયુક્તના સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટ ગુરૂવારે શર્મા અને ગૌરના ઘરે દરોડા પાડી રૂ. 2.5 કરોડની રોકડ, સોના-ચાંદીના ઘરેણાં અને પ્રોપર્ટી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેની કિંમત રૂ. 3 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. સૌરભ શર્માએ વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

સામાન્ય આરટીઓ કોન્સ્ટેબલ શર્માએ ભોપાલ સહિત વિવિધ જિલ્લામાં વિવિધ જમીનો, હોટલ અને શાળામાં રોકાણ કર્યું હતું. ભ્રષ્ટાચાર અને ગેરકાયદે જમીનનો ઉપયોગ કરવાની ફરિયાદના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. મોડી રાત્રે ભોપાલની નજીક મંડોરા ગામમાં આવેલા એક જંગલમાં એક લાવારિસ ઈનોવા કાર ઉભી હોવાની માહિતી મળી હતી. રાતના લગભગ બે વાગ્યે પોલીસ અને ઇનકમ ટેક્સ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમને કારમાંથી બે બેગ મળી હતી. બે બેગમાંથી કુબેરનો ખજાનો મળ્યો છે. સોનાનું વજન આશરે 55 કિગ્રા હતું. જ્યારે રૂ. 15 કરોડ રોકડાં મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com