લાખોના પગારદાર અધિકારીઓને મેડીકલ સહાય શા માટે જોઈએ છે? સ્ટે.કમીટીમાં દરખાસ્તો પેન્ડીંગ રાખીને નવી નીતિ બનાવવા કમીટી બનાવવા નિર્ણય લેવામાં આવ્યો

Spread the love

રાજકોટ,

મહાપાલિકાની સ્ટે. કમીટીની આજે મળેલી મીટીંગમાં લાંબા સમય બાદ એક સાથે 11 દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી છે. દર મીટીંગમાં કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારજનોને જુદી જુદી બિમારીની સારવાર માટે આપવામાં આવતી સહાય સામે ભાજપ સંકલન અને સ્ટે.કમીટીમાં ઘણા સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા. તે બાદ પ્રમુખની હાજરીમાં આ તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખીને નવી નીતિ બનાવવા કમીટી બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.  કોર્પો ના વર્ગ-2 સુધીના અધિકારીઓના પગાર પોણો લાખથી બે-બે લાખ સુધીના હોય છે. તેઓને મેડીકલેઇમ ન હોવાની વાત સામે સભ્યોએ આશ્રચર્ય વ્યકત કર્યા હતા. વળી કોર્પો.ની તિજોરી પર આવા બોજ મૂકવાને બદલે અધિકારીઓને મેડીકલેઇમ લેવા, 70 વર્ષથી ઉપરના આશ્રીતોને આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા સૂચનો કર્યા હતા. જેના પર હવે કમીટી નીતિ વિષયક નિર્ણય લેશે.

આ નિર્ણયો અંગે માહિતી આપતા ચેરમેને કહ્યું હતું કે, કર્મચારીઓ અને અધિકારીઓના પરિવારજનોને બિમારી સબબની સારવાર બદલ સહાય ચૂકવવામાં આવે છે. બેઠકમાં સભ્યોએ એવી ચર્ચા કરી હતી કે આ માટે કોઇ ચોકકસ નીતિ ન હોય તે બનાવવી જોઇએ. વર્ગ-2ના અધિકારીઓના પગાર ઘણા સારા હોય છે. આથી તેમને સહાય ચુકવવા માટે અભ્યાસ થવો જોઇએ. આ તમામ બાબતો ચકાસવા પદાધિકારીઓ, આરોગ્ય અધિકારી અને બે નિષ્ણાંત ડોકટરોની સમિતિ બનાવવામાં આવી છે. જેના રીપોર્ટ બાદ આગળ નિર્ણય લેવાશે. આજે વર્ગ-4 સુધીના તમામ કર્મચારીઓ માટેની દરખાસ્ત મુલત્વી રાખી દેવામાં આવી છે.  મ્યુનિ. કોર્પોરેશનના વર્ગ-2ના કર્મચારીઓ કે જેનો પગાર ખુબ મોટો હોવા છતાં આ કર્મચારીઓના પરિવારોને આર્થિક તબીબી સહાય શા માટે આપવાની થાય છે. ચેરમેને જણાવ્યું હતું કે સભ્યોની ચર્ચા પરથી વર્ગ-2ના કર્મચારીઓ અને તેમના પરિવારોને મળતી આર્થિક તબીબી સહાય અંગે ફેરવિચારણા કરવાની જરૂરિયાત લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com