ગાંધીનગર મનપામાં ભાજપ દ્વારા નવા મજબૂત ઉમેદવારોની શોધ

Spread the love

 

ગાંધીનગર મનપાની ચુંટણીઓ હવે ટુંકા જ કલાકોમાં જાહેર થવાની છે ત્યારે આચારસંહિતા લાગે તે પહેલા જ વિકાસના કામો પડતર હોય કે ન હોય તે કામોને લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા દોડધામ મચી છે ત્યારે ભાજપમાં ૮૦ ટકા જુના ઉમેદવારોને ટિકિટ મળશે કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે ત્યારે પોતાની ટિકિટ પાકી કરાવવા મથામણ કરી રહ્યાં છે પણ ભાજપનું પ્રદેશ કક્ષાએ અહીંના રાજકારણથી ત્રસ્ત થઈ ગયા છે વિકાસના કામો કરતાં ભ્રષ્ટાચાર અને મોટાભાગના નગરસેવકો કોન્ટ્રાક્ટર બની ગયા છે ત્યારે ભાજપે અંડર કરંટ તપાસ કરાવીને જે લોકો મનપામાં કોન્ટ્રાક્ટર જે નગરસેવકો તથા તેમના સગા સંબંધીઓના ચાલે છે તેમને ટિકિટ આપવી કે નહીં ? તે મુદ્દે મનન કરી રહ્યાં છે. પાર્ટીને ખબર છે કે મનપામાં કોન્ટ્રાકટરો લાખો, કરોડોના મેળવેલ નગરસેવકો કે તેમના સગાઓ પાર્ટીથી વિમુખ થઈને અને પાર્ટીને નુકસાન કરી શકે તેમ નથી ત્યારે નવા ચહેરાઓને લાવવા ભાજપે મથામણ શરુ કરી છે.

કોરોના વાયરસ જે રીતે અમદાવાદ અને ગાંધીનગરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેરના મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાનથી દૂર રહેવા માંગે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા કલેક્ટર તથા કમિશનરને પણ આવેદનપત્ર પાઠવ્યું છે. ઉનાળાની કાળઝાર ગરમી કરતાં કોરોનાની સંક્રમણનો ભય પ્રજાને વધારે લાગી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેરમાં ૪૦ ટકાથી મતદાન ઓછુેં થાય અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ ટકાથી મતદાન વધુ થાય તેવી શક્યતા પણ સૂત્રો જણાવી રહ્યાં છે આપ પાર્ટીનો પગપેસારો અને ગ્રામ્ય વિસ્તારમાં આપના લાગેલા પોસ્ટરોથી અનેક રાજકીય પક્ષો ચિંતિત છે ત્યારે ભાજપ દ્વારા ટિકિટની ફાળવણીમાં નવા ચહેરાઓને સ્થાન આપવા અને દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેદવાર ને લેવા પણ મનન કરી રહ્યું છે ત્યારે મનપાનો જે વિસ્તાર વ્યાપ વધ્યો છે તેમાં તાલુકા પંચાયતના સભ્ય જે ચુંટાયેલા હતાં તે સભ્યો પણ ટિકિટથી લેવલા માટે પડાપડી કરી રહ્યાં છે તાલુકા સદસ્ય ચુંટાયા બાદ વિસ્તારનો વ્યાપ વધારતા તાલુકા સદસ્ય હતાં નહીં તેવા થઈ ગયા છે ત્યારે નવા સમાવિષ્ટ ગામોમાં તાલુકા સદસ્ય આપોઆપ મનપામાં સમાવેશ થતાં તે મોટાભાગના સભ્યો ભાજપના હતાં અત્યારે ટિકિટ લેવા સભ્યો પણ ઉછાળા મારી રહ્યાં છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોનો મનપામાં સમાવેશ થતાં ભાજપને લાભ થશે કે નુકસાન તે મનન કરવાનું છે.

આજે અથવા રવિવાર સુધીમાં મનપાની ચુંટણીની જાહેરાત થઈ જાય તો નવાઈ નહીં ત્યારે કોંગ્રેસ પાસે શાસકપક્ષના ભ્રષ્ટાચાર સંદર્ભે અનેક યોજનાઓ લડવાની અને ઘેરવાની છે પણ કોંગ્રેસ પાસે સંગઠન અત્યારે મજબૂત ન હોવાથી લાકડા તલવારથી લડશે તેવું લાગી રહ્યું છે ત્યારે આપ પાર્ટી હવે ૪૪ ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરવાની કવાયત તેજ કરી છે ત્યારે આપ પાર્ટીનું કામ ભૂગર્ભમાં ચાલી રહ્યું છે. ત્યારે મનપામાં ચુંટાયેલા સભ્યોમાંથી ૮૦ ટકા ટિકિટની બાદબાકી થઈ જાય તેવી શક્યતા છે અને જે વિસ્તાર વ્યાપ વધારવામાં આવ્યો છે તેમાં મોટાભાગના ભાજપના ટિકિટ વાંચ્છુકો ચુંટણી લડવા ઉત્સુક છે પણ નવા સીમાંકનમાં ઘણઆં વિસ્તારોમાં તેમને ઓળખતું પણ નથી ત્યારે હવે દરેક જગ્યાએ લહેરાયેલો કેસરિયો જીજે ૧૮ શહેરમાં લહેરાય છે કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com