સરકારના અલ્ટીમેટમ બાદ પણ સતત 13 દિવસથી આંદોલન યથાવત

Spread the love

 

ગાંધીનગર
ગાંધીનગરમાં છેલ્લા 13 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે. જેમની આજે પોલીસે અટકાયત કરી છે. શુક્રવારે મોડી રાત્રે એક વાત વહેતી થઇ હતી કે આરોગ્ય કર્મચારીઓએ પોતાની હડતાળ સમેટી લીધી છે. જેના કારણે અમસમંજસની સ્થિતિ પેદા થઇ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજને ખોટા ગણાવવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારીની હડતાળમાં બે ફાટા પડી ચુક્યા છે. ખેડા સહિત કેટલાક જિલ્લામાં કર્મચારીઓ કામ પર પરત ફર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આરોગ્ય મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ હડતાળ યથાવત હોવાનું જણાવ્યું હતું. જોકે, આજે સત્યાગ્રહ છાવણીએ કર્મચારીઓની સંખ્યા ઘટી ગઈ હતી, ઓછી સંખ્યામાં જે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા હતા એમની પોલીસે અટકાયત કરી છે. અનેક રજૂઆત છતા પણ પ્રશ્નો નહી ઉકેલાવાના કારણે આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચથી અચોક્કસ મુદત માટે હડતાળ પાડી છે. જેનો આજે 13મો દિવસ છે.
ગઇકાલે (તારીખ 28/03/2025)ના રોજ સરકારે બપોરે 12 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ પણ કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખી હતી. મોડી સાંજે આરોગ્યકર્મીઓના વોસ્ટએપ ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં જણાવાયું હતું કે, પાંચ જિલ્લાના પ્રમુખો સાથે આરોગ્ય મંત્રીએ બેઠક કરી હતી. જે બાદ 17 જિલ્લાઓ સમાધાન કરી ફરજ પર હાજર થવા તૈયાર થયા છે. તો બીજી તરફ હડતાળ યથાવત્ રાખવાનો પણ લેટર વાયરલ થયો હતો. મહત્વનું છે કે, 13 દિવસની આ હડતાળ દરમિયાન 2200થી વધુ કર્માચીઓને નોકરીમાંથી છુટા કરાયા છે. ગઇકાલે આરોગ્યકર્મીઓના વોટ્સએપગુપમાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં જણાવાયું હતું કે, આજરોજ કુલ 23 જિલ્લાના પ્રમુખોની સંમતિથી પાંચ લોકોની ટીમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત લીધી હતી. તેઓ દ્વારા (1)ખાતાકીય પરીક્ષા આરોગ્યમાં જ તથા આરોગ્ય વિષયક પ્રશ્નોની( 2) ત્રિપલ થ્રી હિન્દી મુક્તિ વગરના કર્મચારીને છુટા કરેલ છે તેઓને પરત હાજર લેવા (3) હડતાલ દરમિયાન કરેલ કર્મચારીના સેવાતૂટ કે કારણદર્શક નોટિસ કે આરોપનામાં જેવા તમામ આરોપો માટે મુક્તિ આપવી (4)હડતાલ દરમિયાનના દિવસોને હક રજામાં કન્વર્ટ કરવા, આ ચાર માંગણીઓ સ્વીકાર કરેલ છે.
કુલ ચાર જિલ્લાઓ પહેલેથી જ હડતાલ છોડી નોકરીમાં હાજર થઈ ગયા છે અને 22 પૈકી 17 જિલ્લાઓ નોકરીમાં હાજર થવા માટે સંમતિ આપેલ છે. જેથી 33 પૈકી રાજ્યના 17 જિલ્લાઓ સરકાર સાથે સમાધાન કરી ફરજ પર હાજર થવા સંમત થઈ ગયેલા હોય, બહુમતી હાજર જિલ્લા માટેની હોય, ગાંધીનગર જિલ્લો પણ બહુમતી તરફ હાજર થવામાં છે, જેથી જે કોઈ કર્મચારીઓ તેઓ શક્ય તેટલા ઝડપી તાલુકા ઓફિસમાં હાજર થઈ જવું જે કર્મચારી બહાર કે ગાંધીનગર હોય તેઓ સવારે હાજર થઈ શકશે. આ સાથે આરોગ્ય કર્મચારી હાજર નહીં થાય તે તેની અંગત જવાબદારી રહેશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં 53 કર્મીઓ હાજર થયા છે. જ્યારે 214ને છૂટા કરાયા છે. બીજી તરફ આરોગ્ય મહાસંઘે એક પત્ર જાહેર કરીને હડતાળને શરૂ રાખવાનું જણાવ્યું છે. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ટસના મસ થવા તૈયાર નથી, તો બીજી તરફ સરકારે પણ કડક વલણ અપનાવીને 2200થી વધુ કર્મચારીઓને છુટા કરી દીધા છે અને પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સરકાર દ્વારા ગઇકાલ તારીખ (28/03/2025)ના બપોરના બાર વાગ્યા સુધી કર્મચારીઓને ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી હતી. જો કર્મચારીઓ હાજર નહીં થાય તો છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરી દેવાનો તખ્તો સરકાર દ્વારા ઘડી દેવાયો છે.
આ અંગે ગઇકાલે આરોગ્ય મહાસંઘ પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા 25 જિલ્લાના કર્મચારીઓને ટર્મનેટ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અમારે નામ પૂરતી બેઠક નથી જોઈતી. નિર્ણાયક બેઠક જોઈએ છે. આ વખતે અમે છેક સુધી લડવા તૈયાર છીએ. 33 જિલ્લામાં 2200 જેટલા કર્મીઓને ટર્મનેટ કરાયા છે, હું પણ ટર્મીનેટ છું. આજે બાર વાગે ઓલ ગુજરાતનાં કર્મીઓને ટર્મીનેટ કરવાનું સરકારે કહ્યું છે. રણજીતસિંહ મોરીએ વધુમાં જણાવ્યું હતું કે, એસ્મા 19 તારીખે લાગ્યો, 24 તારીખે 2200ને ટર્મીનેટ કર્યા. પાછું બે દિવસ વિરામ લીધો ને ફરી ઓર્ડર શરૂ થયા. એટલે ટુકડે ટુકડે ટર્મીનેટ કરે છે. આ વખતે અમે નક્કી કરીને આવ્યા છીએ કે અમારો હક્ક, જૂની માંગણી છે લઈને રહીશું. અમે મળવાપાત્ર માંગ કરી રહ્યા છીએ. ગઈ વખતે પણ આંદોલન પૂરું કરાવીને સરકારે બેઠકની વાત કરેલી. જેમાં કોઈ નિરાકરણ આવેલું નહીં. આ વખતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. સરકાર સહાનુભૂતિ દાખવે અને અમારી માંગ સ્વીકારે.
ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યકર્મચારીઓએ જે માગણીઓ આપી હતી એમાંથી એક માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી. એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય. એ બાબતે સરકાર પણ કડક જ છે. કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી. આરોગ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. તેમને હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર સાંખી લે એમ નથી. વર્ષ 2021માં પણ કર્મચારીઓએ હડતાળ કરી હતી ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરીને તેમના કેટલાક મુદ્દાઓનું નિવારણ લાવ્યું હતું, એટલે ચર્ચાના અંતે કોઇપણ વસ્તુનું નિવારણ આવતું હોય છે.
મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્યકર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરાવવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી હતી. આરોગ્યકર્મીઓ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પણ કોઇ નિકાલ ન આવતાં સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્યકર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.
મુખ્ય માગણીઓમાં MPHW (મલ્ટીપર્પઝ હેલ્થવર્કર), FHW (ફીમેલ હેલ્થવર્કર), MPHS (મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર), FHS (ફીમેલ હેલ્થ સુપરવાઈઝર), TMPH (તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર), THV (તાલુકા સુપરવાઇઝર) અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com