બાળકને જન્મ આપવાનો, શારીરિક સ્વતંત્રતાનો મહિલાને હક : કોર્ટ

Spread the love

 

નવીદિલ્હી

 

એક મહિલાને બાળકને જન્મ આપવા અંગેનો, શારીરિક સ્વતંત્રતાનો અને પસંદગીનો પૂર્ણ અધિકાર હોવાનું જણાવતાં બોમ્બે હાઈકોર્ટે ૩૨ વર્ષની એક મહિલાને ૨૬ સપ્તાહના ખામીયુક્ત ભ્રૂણનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે તથા નીલા ગોખલેની બેન્ચે, મહિલાને તેની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં ખામી ધરાવતા ભ્રૂણનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. જોકે આ માટે સંબંધિત ખાનગી હોસ્પિટલે સોગંદનામું આપવું પડશે જેમાં તેણે એ બાબતનો ઉલ્લેખ કરવાનો રહેશ કે હોસ્પિટલ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી (એમટીપી)એક્ટની તમામ જોગવાઈઓનું પાલન કરે છે. ઉલ્લેખનીય છે કે, એમટીપી એક્ટની જોગવાઈ, કોર્ટની મંજૂરી વગર ૨૪ સપ્તાહથી વધુના ભ્રૂણનો ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરવાની મંજૂરી નથી અપાતી. બેન્ચે જણાવ્યું હતું કે, અરજદારની પ્રજોત્પતિ અંગેની સ્વતંત્રતા, શારીરિક સ્વાતંત્રતા, પસંદગીનો અધિકાર તથા તેની તબીબી સ્થિતિને ધ્યાનમાં લેતાં અમે તબીબી પદ્ધતિથી ગર્ભાપત કરવાની મંજૂરી આપીએ છીએ. ઘટનાની વિગતો અનુસાર, મુંબઈની એક મહિલાને તેની ગર્ભાવસ્થાના ૨૪મા સપ્તાહ દરમિયાન કરાયેલાં ગર્ભપરિક્ષણમાં ભૂણ સ્કેલેટલ ડિસ્લેપ્સિયાગ્રસ્ત હોવાનું નિદાન થયું હતું. આ સ્થિતિમાં બાળકના મળત્યુની શકયતા અનેકગણી વધી જતી હોય છે. મુંબઈની જે.જે. હોસ્પિટલના મેડિકલ બોર્ડે ભૂણમાં રહેલી ખામીઓને પગલે ગર્ભપાતની મંજૂરી આપી હતી. જેને પગલે મહિલાએ પોતાની પસંદગીની હોસ્પિટલમાં ગર્ભપાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મહિલાએ પોતાની અપીલમાં એવી માગ કરી હતી કે, ભ્રૂણના હૃદયના ધબકારા ઘટાડી દેવામાં આવે જેથી બાળક જીવીત અવસ્થામાં ના જન્મે. બેન્ચે જણાવ્યું હતું કે, નિયમો અનુસાર, જ્યારે આવશ્યક્તા હોય ત્યારે ભ્રૂણના હૃદયના ધબકારા અટકાવવાની પ્રક્રિયા અટકાવવાની બાબતનો મેડિકલ બોર્ડની ભલામણ અથવા રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ થવો જરૂરી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com