ગેરકાયદેસર દારૂખાનાની દુકાન ચલાવી વેપાર ધંધો કરી રૂ.૭૭,૭૩૩ ના વિવિધ પ્રકારના ફટાકડાના મુદામાલ સાથે એક આરોપીને ઝડપતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ

Spread the love

આરોપી અબ્દુલગની અબ્દુલહમીદ શેખ

અમદાવાદ

ફાયર સેફટીના સાધનો તેમજ કોઇપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર ફટાકડા(દારૂખાનું)ની દુકાન ચલાવી વેપાર ધંધો કરી રૂ.૭૭.૭૩૩  ના વિવિધ પ્રકારના ફટાકડાના મુદામાલ સાથે એક આરોપીને એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે ઝડપી પાડ્યો હતો.પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓએ ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી. ના હેડને લગતી કામગીરી કરવા સારું સૂચના કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ તથા પો.ઇન્સ.શ્રી વી.એચ.જોષી તથા પો.ઇન્સ.શ્રી એમ.એસ.ત્રિવેદી નાઓના સુપરવીઝન હેઠળ પો.સબ.ઇન્સ શ્રી આર.કે.વાણીયા નાઓની ટીમને મળેલ બાતમી આધારે અમદાવાદ શહેર, ફતેવાડી, કેનાલ રોડ, અહદ સ્પોર્ટ કલબ સામે, ખેડાલ મન્સુરી કોમ્પલેક્ષની દુકાન નં.૧૦ ખાતેથી આરોપી અબ્દુલગની અબ્દુલહમીદ શેખ ઉં.વ.૪૯ રહે- મ.નં ૦૧, મદની પાર્ક, બાગબા ફલેટની ગલીમાં, રજજાક મસ્જીદ સામે, ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ શહેરનાને વિવિધ પ્રકારના ફટાકડા કિ.રૂ. ૭૭,૭૩૩/- મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરહું આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૫૦૦૯૨/૨૦૨૫ ધી સ્ફોટક અધીનીયમ કલમ ૯(બી) તથા બી.એન.એસ કલમ ૨૮૮ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ અ.હે.કોન્સ. ભાગ્યદિપ મહેશકુમાર નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

(૧) પો.ઇન્સ. શ્રી વી.એચ.જોષી

(૨) પો.ઇન્સ.શ્રી એમ.એસ.ત્રિવેદી

(3) પો.સબ.ઇન્સ શ્રી આર.કે.વાણીયા

(૪) હે.કો ભાવનેશકુમાર દિલીપભાઇ

(૫) હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ

(૬) હે.કો. ભાગ્યદીપ મહેશકુમાર

(૭) પો.કો અજયસિંહ મનુભા

(૮) પો.કો. બળદેવસિંહ ઘનશ્યામસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *