મુસ્લિમો માટે શરિયતના સ્થાને વારસાઈ ધારો લાગુ કરી શકાય? જેમા સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે

Spread the love

 

મુસ્લિમો માટે શરિયતની જગ્યાએ ભારતનો બિનસાં-દાયિક વારસાઈ કાયદા લાગુ કરી શકાય કે નહીં તેની ચકાસણી કરવા સુીમ કોર્ટ ગુરુવારે સંમત થઈ હતી. મુસ્લિમો માટે તેમના ધર્મનો ત્યાગ કર્યા વગર તેમના પૂર્વજો અને સ્વ-અર્જિત સંપત્તિના સંદર્ભમાં સુરીમ કોર્ટ હવે આ મામલાની ચકાસણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બનેલી ખંડપીઠે કેરળના નૌશાદ કેકેએ દાખલ કરેલી અરજીની નોંધ લીધી હતી. આ અરજદારે ઇસ્લામનો ત્યાગ કર્યા વગર શરિયતની જગ્યાએ વારસાઈ કાયદો લાગુ કરવાની માગણી કરી છે. કોર્ટે આ અરજી પર કેન્દ્ર અને કેરળ સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. નૌશાદની રિટ પિટિશનમાં મુસ્લિમ વ્યક્તિઓના વસિયતનામાની સ્વાયત્તતાના અધિકારની ન્યાયિક માન્યતા અને રક્ષણની માગણી કરાઈ છે. તેમાં ખાસ કરીને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) દ્વારા વસિયતનામામાં લાદવામાં આવેલા નિયંત્રણોમાંથી બહાર નીકળવાનો હક માંગવામાં આવ્યો છે. હાલમાં મુસ્લિમ પોતાનું વસિયનામુ બનાવે ત્યારે તેમને શરિયત દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો કે નિયમોનું પાલન કરવું પડે છે.
અરજીમાં સવાલ કરાયો છે કે શું રાજ્ય એવા વ્યક્તિઓ પર ધાર્મિક આદેશો લાગુ કરી શકે છે જેઓ સ્પષ્ટપણે તેનું પાલન ન કરવાનું પસંદ કરે છે. રાજ્યના આવા ધાર્મિક આદેશો વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. મુસ્લિમોનું વસિયતનામુ બિનસાં-દાયિક કાયદાઓ પાલન કરતું હોય તો તેને માન્યતા અને સન્માન આપવું જોઇએ. તેને મુસ્લિમ પર્સનલ લોને આધીન ન બનાવવું જોઇએ. અરજીમાં જણાવાયું છે કે શરિયત હેઠળ મુસ્લિમ વ્યક્તિ તેમની કુલમાંથી માત્ર ત્રીજા ભાગની મિલકતનું વસિયત કરી શકે છે અને સુન્ની મુસ્લિમોમાં આ ફક્ત બિન-વારસદારો સુધી મર્યાદિત છે. બાકીના બે તળતીયાંશ ભાગની મિલકત કાનૂની વારસદારોમાં નિ?તિ ઇસ્લામિક વારસા સિદ્ધાંતો (ફરૈદ) અનુસાર વહેંચી પડે છે. આ નિયમનું પાલન ન થાય તો તે અમાન્ય બને છે. વસિયનામામાં આવા નિયંત્રણો મોટી બંધારણીય ચિંતાઓ ઉભી કરે છે. વારસાઈ માટેના ધાર્મિક નિયમોનું ફરજિયાત પાલન બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) જેવી મુખ્ય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com