આજે વિશ્વ મધમાખી દિવસ : સાણંદમા મધ ઉછેર માટે ખેડૂતો ને પોતા ખેતર માં મધ માખી ની પેટી મુકાવી : સામાજિક કાર્યકર પ્રફુલ મહેતા

Spread the love

મધમાખી ખતમ તો આખી સૃષ્ટિ ખતમ એમ સમજી લેવું : કાશીરામભાઈ

અમદાવાદ

પ્રફુલ મહેતા સામાજિક કાર્યકર બાવળા અને કાશીરામ ભાઈ વાઘેલા એ  સાંણદ તાલુકામાં મધ ઉછેર માટે ખેડૂતો ને પોતા ખેતર માં મધ માખી ની પેટી મુકાવી.બાવળા તાલુકા નાં દેવલ્થળ નાં નવાપુરા માં મેટલ કેસરડી સાંણદ નાં ખીચા ગામ જેવા અન્ય ગામોમાં મધ માખી ની પેટી મુકાવી .

કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલા સાણંદ તાલુકાના ખીચા ગામ ના રહીશ છે અને સ.ને.૨૦૧૩ થી પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી માં મધમાખી નું શું મહત્ત્વ છે?

કાશીરામભાઈ એ કહ્યું કે આમ જોઈએ તો ૧૯૭૭ માં ધોરણ ૭ માં અભ્યાસ કરતો હતો એ સમયે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નો વપરાશ બિલકુલ નહોતો, અને એ સમયે ઘઉં ના શેઢાપાળા ઉપર કરાર થતો હતો, અને એ કરાર ના ઝાંખરા માં એક વિઘા ના શેઢાપાળા ઉપર ત્રણ થી ચાર મધમાખીના પુડા જોવા મળતા, ઘઉં ના ખેતરમાં જવાબમાં થતાં તો એ જવાબમાં ના ફુલ માં પણ ઞુસ્યુ મધ જોવા મળતું, પરંતુ આજે એ આપણી દેશી મધમાખી લુપ્ત થવાના આરે છે, જેનું મુખ્ય કારણ જોઈએ તો એ સમયે દેવીપૂજક સમાજના લોકો આ મધ કાઢવાનો ધંધો કરતા અને  મધમાખી ના પુડા ને ધુમાડો કરી ને મધમાખીઓ ને બાળી નાખવામાં આવતી,એમના ઈંડા અને બચ્ચા ને પણ મારી નાખવામા આવતી,આ ઉપરાંત છેલ્લા ૪૦/ વર્ષ થી ખેડુતો સારાયણીક ખાતર વાપરતો થયો, અને બેફામ રાસાયણિક ખાતર નાખવાથી ખેતીના પાકો એકદમ ગ્રીન ઘેરો કલર આવતા અને પાંદડા પોચા પડતા ખેતીના પાક જાત જાતના રોઞજીવાત આવવા લાગ્યા, અને એ રોઞજીવાત કંટ્રોલ કરવા ખેડુતો બેફામ ઝેરીલી દવાઓ વાપરવા લાગ્યા, જેના કારણે આજે આપણી ભારતીય મધમાખી લુપ્ત થવાના આરે છે.પરંતુ આપણને ખબર નથી કે મધમાખી નું ખેતીમાં શું મહત્ત્વ છે? જો મધમાખી સંપૂર્ણ નાશ પામશે તો આજે તમારા ઘરમાં જે ફળ વાળા શાકભાજી, રીંગણ, ટામેટાં,ગલકા, તુરીયા કે તમારા ઘરમાં આવતા ફળો જે દાડમ,ચીકુ, કેરી, મોસંબી, લીંબુ,સંતરા,ખારેક,કે રાઈ,ધાણા વરીયાળી, સુવા, અજમા જેવા પાકો મધમાખી વૉર શક્ય નથી.એટલે કે મધમાખી ખતમ તો આખી સૃષ્ટિ ખતમ એમ સમજી લેવું.આ વિચાર મને છેલ્લા ઘણા સમયથી આવતો, અને હું મારા ઘર ની પાછળ દર વર્ષે એક મધમાખી નો પૂડો બેસતો, તો હું સવારમાં ઉઠીને તરત જ મોં માં દાંતણ ચાલતો એ મધમાખી ને જોયા કરતો આ મારો નિત્યક્રમ હતો એમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે મારે આમાં ઊંડો અભ્યાસ કરવો છે એટલે મેં આણંદ કૃષિ યુનિવર્સિટી માં ફોન કર્યો કે મધમાખી ઉપર કોઈ સંબોધન કે બુક હોય છે ખરી? એટલે ત્યાં ના કૃષિ વૈજ્ઞાનિક ડો.ધોબીએ મને જણાવેલ કે અહીં આપણી યુનિવર્સિટી માં વર્ષમાં એક વખત મધમાખી ની તાલીમ આપવામાં આવે છે જેમાં તમે જોડાઈ જાશો તો તમને મધમાખી ઉપર નું સાહિત્ય પણ ફ્રી માં મળશે, એટલે મને વધારે ઉત્સાહ આવ્યો, અને હું ધોબી  ના સતત સંપર્કમાં રહ્યો , એટલે એમણે મને મધમાખી ની તાલીમ નું આયોજન કરનાર મિનાક્ષીબેન નો મોં.નં.આપ્યો.અને મિનાક્ષીબેન પાસે તાલીમાર્થી તરીકે મારું નામ નોંધાવી દીધું, અને સ.ને ૨૦૧૮ માં મેં મધમાખી ઉછેર ની તાલીમ લીધી, ખાલી જાણવા ખાતર,મારે આ વ્યવસાય કરવા ની કોઈ ગણતરી નહોતી,પણ હું સને .૨૦૧૭ થી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ વ્હીકલ કંપની લિમિટેડ ના સહયોગથી સાણંદ, બાવળા, અને વિરમગામ તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી ની તાલીમ આપવા નું કામ કરુ છું.અને પ્રાકૃતિક ખેતી પણ કરું છું, તો તાલીમ લીધા બાદ હું મારા ખેતરમાં આંટો મારવા ગયો તો મારા પડોશી ખેડૂતે મને સવાર ના પહોર માં ચા પીવા બોલાવ્યો, હું એમને ત્યાં ચા પીતો હતો ત્યારે એમણે મને જણાવેલ કે આજે મારે કલોલ દવા લેવા જવું છે, એટલે મેં તરત પૂછ્યું કે કેમ? તો એમણે મને જણાવેલ કે મારી બાજરી માં મધમાખી બહું જ આવી છે એક એક બાજરીયા માં ચાર થી પાંચ મધમાખી દેખાય છે જો હું દવા નો છંટકાવ નહીં કરું તો મારી બાજરી નો રસ ચૂસી લેશે તો જાણો નહીં બેસે, એટલે મેં મધમાખી ની તાલીમ માં જાણેલું કે બાજરી ના ખેતરમાં મધમાખી પોલન લેવા આવે.એટલે બાજરી માં પોલીનેશન થાય તો બાજરી નું ઉત્પાદન વધી જાય, એટલે એમને મેં આ બાબતે ઉંડાણ પૂર્વક માહિતી આપી, અને ખાતરી પણ આપી કે તમારા ખેતર માં દર વર્ષે જે ઉત્પાદન થાય છે તેનાં કરતાં ઓછું થાય તો ખોટ હું પુરી કરી આપીશ, એટલે મારી વાત ઉપર એમને ભરોસો બેઠો અને દવા લેવા નું બંધ રાખ્યું.જયારે બાજરી તૈયાર થઈ ત્યારે બંને પતિ પત્ની એટલાં ખુશખુશાલ હતા કે ના પૂછો વાત! આ ઉદાહરણ જોઈએ મને પણ વિચાર આવ્યો કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને જો હું આ મધમાખી નું ખેતી માં શું મહત્ત્વ છે એ સમજાવીશ તો ખેડુતો દવાઓ વાપરવા નું બંધ કરશે અને પોલીનેશનના કારણે ખેડૂતો નુ ઉત્પાદન દોઢગણુ વધી જશે.એ હેતુ થી મેં મધમાખી ઉછેર ની શરૂઆત કરી છે આજે દોઢ મહિના જેવું થયું છે,તો મેં પણ મધપેટી તડબૂચ ના ખેતરમાં ફ્રીમાં માં મુકી હતી તો ખેડૂત નો પ્રતિભાવ એવો મળેલ કે આ વર્ષે તડબૂચ માં હવામાન અનુકુળ ન હોવા છતાં મારું ઉત્પાદન ડબલ જેવું છે જે મધમાખી ના કારણે, અને મધપેટી મેં બાવળા તાલુકાના મેંટાલ ગામ માં મુકેલી હતી તો તે ખેડૂત નો પણ પ્રતિભાવ એવો મળેલ કે મેં બે વિઘા જમીન માં થી ૫ મણ અજમો ધારેલ હતો, પણ મધમાખી ના કારણે મારા અજમા નું ઉત્પાદન ઘણું વધી ગયું છે,મારે ૨ વિઘા માં થી ૩૦/ મણ અજમો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *