
અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ ર શરૂ થયુ છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અંદાજિત ૧૦ હજારથી વધુ મકાનો તોડવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાશે. અંદાજિત ૨ હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. તેમજ ડિમોલિશન કાર્યવાહી સમયે ૨૫ SRPની કંપની તૈનાત છે. પહેલા ફેઝમાં દોઢ લાખ સ્કવેર મીટર જગ્યા ક્લિયર કરાઈ છે. આ મેગા ડિમોલેશનમાં 3,000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે. આજે સવારે ૭:૦૦ વાગ્યાથી ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
બીજા ફેઝમાં અઢી લાખ સ્કવેર મીટર જગ્યા ક્લીયર કરાશે. થોડા દિવસ પહેલા અંદાજે ૫ હજાર મકાનો તોડી પડાયા છે. ૨૦૧૦ પછી રહેતા લોકોને મકાન આપવામાં આવશે. તથા બ્દ દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરાઇ છે. આવાસ મેળવવા માટે પુરાવા પણ રજૂ કરવા પડશે. ચંડોળા તળાવમાંથી ૨૦૭જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. તથા અમદાવાદમાંથી કુલ ૨૫૦ જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. ર JCP, S DCP, સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો છે. ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે ૩૫થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસદેવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર બાંધકામો ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોનું અડ્ડો બની ગયા હતા. ગયા મહિને શહેરમાં ૨૫૦ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો પકડાયા હતા, જેમાંથી ૨૦૭ ચંડોળા તળાવના ગેરકાયદેસર બાંધકામોમાં રહેતા હતા અને ગેરકાયદેસર પ્રવળત્તિઓમાં સંડોવાયેલા હતા. વર્ષ ૨૦૦૯ ની શરૂઆતમાં, ૯૫ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા હતા, ત્યારે પણ અહીં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશનના બીજા તબક્કા દરમિયાન, એક જેસીપી, એક એડીસીપી, ૬ ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત કુલ ૩ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ૨૫ એસઆરપી કંપનીઓ પણ હાજર રહેશે. પ્રથમ તબક્કા દરમિયાન, સ્થાનિક લોકો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને ડિમોલિશન રોકવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ડિમોલિશન અટકાવ્યું ન હતું, તળાવ પર બનેલા તમામ બાંધકામોને ગેરકાયદેસર ગણાવ્યા હતા.
આ પછી, વહીવટીતંત્રે ૪ હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડયા હતા. હવે બીજા તબક્કામાં, બાકીના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે અને તળાવનો ભાગ ખાલી કરવામાં આવશે. વહીવટીતંત્ર એ પણ સુનિ^તિ કરશે કે આ ખાલી જગ્યા પર ફરીથી કોઈ ગેરકાયદેસર બાંધકામ ન થાય. ડિમોલિશનના પ્રથમ તબક્કા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બીજા તબક્કા માટે સર્વે હાથ ધર્યો હતો જેમાં ૮,૦૦૦ ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા હતા અને તેમને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આજે મંગળવારથી ૩ દિવસ માટે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પૂર્વે ૨૯-૩૦ એપ્રિલના રોજ ડિમોલિશનના પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં ૪ હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.