કોરોનાની બીજી ઘાતક લહેરમાંથી કોઇ બાકાત રહયું નથી. કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકો સોશિયલ ડીસ્ટન્સ જાળવી રાખે તેના પર ભાર મુકાય રહયો છે. કોરોનાએ માનવીની આખે આખી જીવનશૈલી બદલી નાંખી છે અને તેનું ઉદાહરણ હિમંતનગરમાં જોવા મળ્યું હતું. ટ્રેકટરના વેપારીના મોત બાદ તેમના સ્વજનોએ ડ્રાઇવ થ્રુ બેસણું યોજયું હતું