ગુજરાતમાં કોરનાની મહામારીના કારણે ૭૧ દિવસમાં કુલ ૧.૨૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇશ્યુ કરવામાં આવી રહ્યો હોવાના રેકાર્ડ પ્રાપ્ત થયા છે. સરકારી વિભાગો ભલે કોરોનાના કેસો તથા મૃત્યુ આંક છૂપાવવામાં આવે પણ વાસ્તીવીક જોવા જઇએ તો ગુજરાતમાં મૃત્યુઆંક ૪૨૧૮ બતાવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના દરેક સ્મશાનગૃહમાં ૧.૨૩ લાખ લોકોના ડેથ સર્ટીફીકેટ પણ નીકળ્યા છે. ત્યારે કોરોનાની પ્રથમ લહેર બાદ બીજી લહેર ખૂબજ ભયાનક હોવાનું આ આંકડાઓ ઉપરથી જોઇ શકાયછે. અન્ય બિમારી હોય કે કોરોના પણ મૃત્યુ આંક પણ તોતીંગ વધ્યો છે, તેમાં બેમત નથી ગુજરાતમાં પણ કોોરના વાયરસના કારણેથઈ રહેલી મોતના આંકડાઓ સામે આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ઘણીવાર સરકાર જ પોતાના આંકડાઓમાં ગોથાં ખાતી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસ દ્વારા પણ વારંવાર સરકારના મોતના આંકડા સામે સવાલો કરવામાં આવે છે ત્યારે હવે સરકારના જ વિભાગો સરકારના આંકડાઓની પોલ ખોલી રહ્યા છે.
સરકાર ઘણી બધી મોત ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ પર જે આંકડા બહાર પાડવામાં આવે છે તે અનુસાર રાજ્યમાં છેલ્લા 71 દિવસમાં 4218 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે. પરંતુ સરકારના જ વિભાગ વારા 1.23 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવે છે. પહેલી માર્ચથી 10 મે સુધીમાં ગુજરાતમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા છે જેમાં અમદાવાદમાં 71 દિવસમાં 13,593 ડેથ સર્ટિ ઈશ્યૂ થયા હોવાનું સામે આવ્યું છે.
ચાર મોટા શહેરમાં 71 દિવસમાં કેટલા ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા
અમદાવાદ 13,593
સુરત 8851
રાજકોટ10,887
વડોદરા 4158