કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાંથી 18 કરોડની ચોરી: 5 ગુજરાતી ઝડપાયા

Spread the love

 

આનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે 2 મિલિયન (આશરે 18.5 કરોડ રૂૂપિયા)ની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ એજેક્સ (Ajax)ના એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના બે કર્મચારીઓ સહિત પાંચ લોકો સામે ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા હોવાનું ધ કેનેડિયન પ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે. આ તમામ પાંચ આરોપીઓ ગુજરાતી છે અને તેમાં 2 મહિલાઓ પણ સામેલ છે.

ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં તેમણે 789 સેલમ રોડ પર આવેલા ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા બે કર્મચારીઓ સામે તપાસ શરૂૂ કરી હતી.

સંયુક્ત તપાસ બાદ, ડરહામ પોલીસે બંને કર્મચારીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ સ્કારબોરોમાં આવેલા એક ઘરની ઝડતી લેવા માટે સર્ચ વોરંટનો અમલ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તેના પરિણામે વધુ ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમણે કુલ મળીને 250,000 થી વધુની કિંમતના અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને 50,000 રોકડા જપ્ત કર્યા છે.

ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં સ્કારબોરોના ચાર અને ન્યૂમાર્કેટના એક વ્યક્તિનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 28 થી 36 વર્ષની વચ્ચે છે, તેઓના નામ જાન્વીબેન ધામેલિયા, યશ ધામેલિયા, મેહુલ બલદેવભાઈ પટેલ, આશિષકુમાર સવાણી અને બંસરી સવાણી જાહેર થયા છે. આ તમામ સામે ટ્રાફિકિંગ (ગેરકાયદેસર વેપાર)ના હેતુથી ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મેહુલ પટેલ અને આશિષકુમાર સવાણી સામે છેતરપિંડી અને ચોરીના વધારાના આરોપો પણ મૂકવામાં આવ્યા છે. હજુ સુધી આમાંથી કોઈ પણ આરોપ અદાલતમાં સાબિત થયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *