ગુજરાતમાં ACBનો સપાટો, એકજ દિવસમાં લાંચ લેતા છ ઝડપાયા

Spread the love

 

 

સુરતમાં 3 લાખની લાંચમાં પીઆઇ અને વકીલની ધરપકડ, ઇડરમાં ભાજપ યુવા મોરચાના આગેવાન સહિત 3 અને નખત્રાણાનો શિક્ષક લાંચના છટકામાં સપડાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચારી અને લાંચીયા અધિકારી તેમજ કર્મચારી સામે એસીબીએ કાર્યવાહી કરી એક જ દિવસમાં સપાટો બોલાવી ત્રણ ટ્રેપ કરી છની ધરપકડ કરી છે. સુરતના કીમમાં પીઆઇ અને વકીલ તેમજ ઇડર તાલુકા પંચાયત કચેરીમાં ભાજપ યુવા મોરચાના આગેવાન અને હંગામી મહીલા કર્મચારી સહીત ત્રણ તેમજ કચ્છ ભુજના મથલ પ્રાથમિક શાળાના શિક્ષકને લાંચના છટકામાં ઝડપી પાડયા હતા. એસીબીએ રાજયમાં ત્રણ ટ્રેપમાં મહીલા સહીત છની ધરપકડ કરી છે.

સુરતમાં એસીબીએ લાંચનું છટકુ ગોઠવી 3 લાખની લાંચ લેતા વકીલ અને પીઆઇને ઝડપી લીધા હતા. કીમ પોલીસ મથકના પીઆઇ પ્રવિણસિંહ એચ. જાડેજાએ સુરત ગ્રામ્યના કીમ પોલીસ મથકમાં દાખલ થયેલ હનિટ્રેપના ગુનામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી નહીં કરવા અને તાત્કાલીક જામીન આપવા માટે વકીલ ચીરાગ રમણીક ગોંડલીયાની મદદથી 3 લાખની લાંચ માંગી હતી જે અંગે એસીબીમાં ફરીયાદ નોંધાતા એસીબીએ છટકુ ગોઠવી વકીલને 3 લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો.

ઈડર તાલુકા પંચાયતમાં લાંચિયા કર્મચારીઓ પકડાયા છે. એસીબીએ કોન્ટ્રાક્ટ પરના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. ગ્રામ વિકાસ શાખાના ક્લસ્ટર ઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાયા છે.

ફરિયાદી ચોરીવાડ, જાદર, વિરપુર, બોલુન્દ્રા, પાનોલ વિગેરે ગામોએ સેગ્રીગેશન શેડ તથા ખારકુવાનું કોન્ટ્રાકથી ક્ધસ્ટ્રક્શનનું કામ કર્યું હતું. જેના બીલો મંજુર કરવા માટેની પક્રીયામાં બીલની રકમના 12% મુજબ કુલ રકમ રૂૂ.એક લાખ 25 હજારની લાંચની માગણી આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદી લાંચની રકમ આક્ષેપિતોને આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ ફરિયાદના આધારે લાંચું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપીએ ટેલિફોનિક વાતચીતના આધારે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચની રકમ લેતા બે આરોપી પકડાયા હતાં. ઈડર તાલુકા પંચાયતના ક્લસ્ટર ઓર્ડિનેટર કમલકુમાર નારાયણદાસ પટેલ, જીન્નતબેન પટેલ અને મેહુલ રાઠોડને પકડી પાડવામાં આવ્યા હતાં. જેમાં કમલ પટેલ ઈડર તાલુકા ભાજપનો યુવા પ્રમુખ છે.

નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી તથા મથલ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક એવા ઘનશ્યામભાઇ મનોરભાઇ પટેલને ભુજના લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરોએ લાંચના છટકામાં ઝડપી લીધો છે. ફરિયાદીની કંપનીએ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી નખત્રાણાને સપ્લાય કરેલા માલના બિલો કુલ રૂૂા. 7,52,132 મંજૂર કરાવવાની અવેજ પેટે આરોપી એવા મંડળીના માનદ મંત્રી તથા મથલ પ્રા. શાળાના મુખ્ય શિક્ષક ઘનશ્યામભાઇ પટેલે પોતાના કમિશન પેટે ફરિયાદી પાસેથી રૂૂા. 2,80,000ની ગેરકાયદેસરની લાંચ માગી હતી. આ લાંચ ફરિયાદી આપવા માગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ આજે ભુજના અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસેના જાહેર માર્ગ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂૂા. 2.80 લાખ સ્વીકારતા રંગેહાથ એસીબીએ ઝડપી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *