
અમદાવાદ
શેઠ મા.જે. પુસ્તકાલયમાં માન. મેયરશ્રી પ્રતિભાબેન આર. જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલશ્રી ડૉ. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂા. ૧૭,૦૧,૬૦૦૦ ના રજૂ કરેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્યશ્રીઓ દ્વારા અમદાવાદ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યપ્રેમી કલારસિકોને ઉપયોગી થવાના હેતુથી રૂા.૧ કરોડ ૩૫ લાખના નવીન આયોજનો સામેલ કરી રૂા.૧૮,૩૬,૬૦૦૦ નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ છે.નવીન આયોજનોની અંદાજીત કુલ રકમ રૂા.૧,૩૫,૦૦,૦૦૦ થાય છે.
શેઠ મા.જે. પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા માન. મેયરે જણાવ્યું હતું કે, સમયની માંગ અનુસાર પરિવર્તનની જરૂરિયાતને સંતોષવા માટે શેઠ મા.જે. પુસ્તકાલયના ઓડિટોરીયમને સુવિધાસભર બનાવવા માટે રૂા.૫૦ લાખની અને શેઠ મા.જે.પુસ્તકાલયના એન્ટ્રન્સમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ઉપસાવવા માટે રૂા.૨૦ લાખનું આયોજન કરેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં મોબાઈલ શેલ્વીંગ રેક સિસ્ટમ વસાવવા માટે રૂા.૧૦ લાખનું તેમજ કેન્ટીન અને ગ્રીનરૂમ બનાવવા માટે પણ રૂા. ૧૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે.શેઠ મા.જે. પુસ્તકાલય સંલગ્ન શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્કમાં સિવીલ વર્ક, રીનોવેશન તેમજ રંગરોગાન કરાવવા માટે રૂા.૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ગાંધીયુગના નવલકથાકારોમાં ગણનાપાત્ર અગ્રણી સાહિત્યકાર “ગુણવંતરાય આચાર્ય”ની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ કરવા માટે રૂા.૦૨ લાખનું આયોજન કરવામાં આવેલ છે. ભારત દેશના બંધારણના અમલીકરણને ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી વિવિધ વયજૂથના નાગરીકો તેનાથી પરિચિત થાય તે માટે તેના અમૃતપર્વની ઉજવણી માટે રૂા.૦૩ લાખનું આયોજન કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયમાં આવતા વાચકો નવીન સાહિત્યથી પરિચિત થાય અને વાંચન પ્રત્યે અહોભાવ જાગે તે માટે સાહિત્યપર્વની ઉજવણી કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલય શહેરની ઐતિહાસિક ધરોહર સમાન છે. આ પુસ્તકાલયના પાયામાં પૂ.મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓનું યોગદાન સર્વ વિદિત છે. આ પુસ્તકાલયમાં ક્રમશઃ ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક સેવાઓ આપવામાં આવી રહી છે. મા.જે. પુસ્તકાલયની વિરાસત થી વિકાસગાથા આધારિત કાર્યક્રમોનું આયોજન કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. હાલના માન. પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષ-૨૦૧૦માં “વાંચે ગુજરાત અભિયાન”નું આયોજન કરવામાં આવેલ હતું તેના કારણે લોકોની વાંચનભૂખ વધેલ છે. ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તાજેતરમાં યોજેલ “ગ્રંથાલય સંવાદ” કાર્યક્રમમાં વાચકોની સંખ્યામાં ૩૦ % નો વધારો કરવા સૂચન કરેલ છે, જેને વાંચે ગુજરાત ૨.૦ અભિયાન ગણી તેને સાર્થક કરવાનું આયોજન કરવા માટે રૂા.૦૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈ શાખા પુસ્તકાલયોને વાઈ-ફાઈથી સજ્જ કરવા માટે રૂા.૧૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયના ગૌરવવંતા પૂર્વ સભાસદો / વાચકોનું બહુમાન કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. પુસ્તકાલયમાં આવતી વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય વિષયક જાગૃતતા આવે તે માટે મહિલા સશક્તિકરણ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે રૂા.૦૨ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે
શેઠ મા.જે. પુસ્તકાલયની અંદાજપત્રીય સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા, વિદ્વાન સભ્યશ્રી ફલજીભાઈ પટેલ, શ્રી જીગ્નેશભાઈ પંડ્યા તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
શેઠ મા.જે. પુસ્તકાલયના સને ૨૦૨૬-૨૭ માટેના નવીન આયોજનો
૧. શેઠ મા.જે. પુસ્તકાલયમાં આવેલ ઓડિટોરીયમ સુવિધાસભર કરવાનું આયોજન
( રૂા. ૫૦.૦૦ લાખ )
શેઠ મા.જે. પુસ્તકાલયમાં ૧૫૦ બેઠક ક્ષમતા ધરાવતું વાતાનુકૂલિત ઓડિટોરીયમ આવેલ છે. તેમાં વર્ષ દરમ્યાન સાઉન્ડ સીસ્ટમ આઉટડેટેડ થઈ ગયેલ હોવાથી નવીન ટેકનોલોજી આધારીત ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સદર ઓડિટોરીયમમાં પ્રવર્તમાન પ્રકારની એલ.ઈ.ડી. લાઈટ સીસ્ટમ, એલ.ઈ.ડી. સ્ક્રીન, આધુનિક સંસાધનો વસાવવનું તેમજ મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાગણ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા સાથે ઓડિટોરીયમ સુવિધાસભર કરવાનું આયોજન
२. શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્કમાં રીનોવેશન કરાવવાનું આયોજન
( રૂા. ૨૫.૦૦ લાખ )
શેઠ મા.જે. પુસ્તકાલય સંચાલિત શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્ક વર્ષ ૨૦૦૬થી કાર્યરત છે. સદર પુસ્તકાલયમાં દૈનિક સરેરાશ ૧૦૦થી વધુ નાગરિકો / વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. આ પુસ્તકાલય શરૂ થયું ત્યારથી આજદિન સુધી તેમાં કોઈપણ પ્રકારનું મરામત કામ કરવામાં આવેલ નથી. પુસ્તકાલય રમણીય બને અને વાચકો કરાવવાનું આયોજન
૩. શેઠ મા.જે. પુસ્તકાલયમાં Moblie Shelving Rack System વસાવવાનું આયોજન
( રૂા. ૧૦.૦૦ લાખ )
શેઠ મા.જે. પુસ્તકાલયના કાર્યાલય તેમજ અન્ય વિભાગોમાં વિવિધ પ્રકારના રેકર્ડનો સંગ્રહ, સાચવણી તેમજ તેની સલામતી જળવાય તે હિતાવહ છે. સંસ્થામાં દિન-પ્રતિદિન ભૌતિક રેકર્ડમાં વધારો થવાના કારણે જગાની સંકડાશ વર્તાય છે તેના નિરાકરણના ભાગરૂપે શેઠ મા. જે. પુસ્તકાલયમાં Moblie Shelving Rack System વસાવવાનું આયોજન.
૪. શેઠ મા.જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન ( રૂા.ર૦.૦૦ લાખ )
શેઠ મા.જે. પુસ્તકાલય એ જયપુરી સ્થાપત્ય ધરાવતું હેરિટેજ ભવન છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના કરકમલોથી વર્ષ ૧૯૩૩માં પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જયારે વર્ષ ૧૯૩૮માં સરદાર વલ્લભભાઈ પટેલના વરદ્દહસ્તે જાહેર જનતાના લાભાર્થે ખૂલ્લું મૂકવામાં આવેલ છે. આ બન્ને વિરલ મહાનુભાવોની યાદમાં શેઠ મા.જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી તેઓની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન.
૫. શેઠ મા.જે. પુસ્તકાલયમાં કેન્ટીન તેમજ ગ્રીનરૂમ બનાવવાનું આયોજન ( રૂા. ૧૦.૦૦ લાખ )
પુસ્તકાલયમાં ત્રણ પાળીમાં અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવે છે. રીશેષના સમય દરમ્યાન કર્મચારીઓ સાથે બેસી ચા-નાસ્તો અથવા તો જમવાનું લઈ શકે તે માટે કેન્ટીનની અંદર પાયાની સુવિધાઓ સાથેની બેઠક વ્યવસ્થા હોવી જરૂરી છે. વધુમાં પુસ્તકાલયમાં વર્ષ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે તે સમયે કાર્યક્રમમાં ભાગ લેનાર સ્ટેજ કલાકારોને તૈયાર થવા માટે જરૂરી ફર્નિચર સાથેના એક અલાયદા રૂમની વ્યવસ્થા હોવી જરૂરી છે, તેની પૂર્તતાના ભાગરૂપે શેઠ મા.જે. પુસ્તકાલયમાં કેન્ટીન તેમજ ગ્રીનરૂમ બનાવવાનું આયોજન.
૬. ‘ગુણવંતરાય આચાર્ય’ની ૧૨૫મી જન્મ જ્યંતિ નિમિત્તે કાર્યક્રમ કરવાનું આયોજન
( રૂા.૨ લાખ )
ગાંધીયુગના નવલકથાકારોમાં ગણનાપાત્ર અગ્રણી નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર અને સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યએ ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ નવલકથાનું નવપ્રસ્થાન કર્યું છે. તેઓશ્રીએ સર્જેલ ‘દરિયાલાલ’એ દરિયાઈ નવલકથાનો આદર્શ બની રહી છે. નવોદિત સાહિત્યકારો તેમની સાહિત્યસર્જન યાત્રાથી પરિચિત થાય તેવા હેતુથી દરિયાઈ નવલકથાકાર ગુણવંતરાય આચાર્યની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ કરવાનું આયોજન.
८. બંધારણના અમલીકરણના અમૃતપર્વની ઉજવણી કરવાનું આયોજન
( રૂા.૩ લાખ )
ભારત દેશને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરાયું છે. બંધારણમાં ન્યાય સમાનતા અને વૈચારિક સ્વાતંત્ર્ય જેવી ત્રણ બાબતોને પાયામાં રાખવામાં આવી છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી દળદારો ઉંડાણભર્યુ અને વિસ્તૃત છે. બંધારણના અમલીકરણને ૭૫ વર્ષ પૂર્ણ થયેલ છે. વિવિધ વયજૂથના નાગરિકો
८. સાહિત્યપર્વની ઉજવણી કરવાનું આયોજન
(રૂા.૫ લાખ)
પુસ્તકો વિચારોનું પ્રાપ્તિસ્થાન છે. તે વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. પુસ્તકાલયમાં આવતા વાચકો નવીન સાહિત્યથી આત્મનિર્ભરતા, નૈતિકતા અને સંસ્કૃતિ સિંચનના મૂલ્યો સંવર્ધિત થાય તે માટે ૨૩, એપ્રિલે વિશ્વ પુસ્તક દિનની ઉજવણીના અનુસંધાને સાહિત્ય સપ્તાહ અંતર્ગત સાહિત્યપર્વની ઉજવણી કરવાનું આયોજન.
શેઠ મા.જે. પુસ્તકાલય: વિરાસત થી વિકાસ
(રૂા.૫ લાખ)
શેઠ મા.જે. પુસ્તકાલય ઐતિહાસિક ધરોહર સમાન છે અને તેનો શુભારંભ ૧૫ એપ્રિલ ૧૯૩૮ના રોજ થયેલું છે. આ પુસ્તકાલયના પાયામાં બે મહાન વિભૂતિઓનું યોગદાન સર્વવિદિત છે. આ બીજનું અંકુરણ થઇ આજે વિશાળ વટવૃક્ષ બનેલ છે તેના ફળ શહેરીજનો ભોગવી રહ્યા છે. મા. જે. પુસ્તકાલયનો સમયાંતરે વિકાસ થઇ રહ્યો છે. આ ઐતિહાસિક વિરાસતથી ક્રમશ: ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક સેવાઓ આપવામાં આવી રહેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયની વિરાસત થી વિકાસગાથા આધારિત કાર્યક્રમનું આયોજન.
૧૦. વાંચે ગુજરાત ૨.૦ અભિયાન
(રૂા.૫ લાખ)
હાલના માન.પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી દ્વારા વર્ષ-૨૦૧૦માં “વાંચે ગુજરાત અભિયાન”નું આયોજન કરવામાં આવેલ હતું તેના કારણે લોકોની વાંચનભૂખ વધેલ છે. ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલ “ગ્રંથાલય સંવાદ” કાર્યક્રમમાં તેઓશ્રીએ વાચકોની સંખ્યામાં ૩૦ % નો વધારો થાય તે પ્રકારના પ્રયત્નો કરવા સૂચન કરેલ છે, જેને વાંચે ગુજરાત @૨.૦ અભિયાન ગણી તેને સાર્થક કરવાનું આયોજન.
