ભારત-અમેરિકા ડીલ : ખેડૂતો-ડેરી સેક્ટરના હિત રહેશે સુરક્ષિત, ખેડૂતોને નહીં થાય નુકસાન

Spread the love

 

ભારત અને અમેરિકા વચ્ચે એક મોટા વેપાર કરારની જાહેરાત બાદ, બંને દેશો હવે કરારની રૂપરેખા આપતું સંયુક્ત નિવેદન તૈયાર કરી રહ્યા છે. આ સંયુક્ત નિવેદન આગામી ચારથી પાંચ દિવસમાં અથવા તે પહેલાં પણ જાહેર કરી શકાય છે. બે દિવસ પછી, અમેરિકા ભારતીય માલ પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરે તેવી અપેક્ષા છે. આ વચ્ચે સરકારી સૂત્રો પાસેથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ભારત અમેરિકા ડીલતી ખેડૂતોને કોઇ જ નુકસાન નહીં થાય. ખેડૂતો-ડેરી સેક્ટરના હિત સુરક્ષિત રહેશે. સરકારે આ ડીલમાં ખેડૂતોને હિત સાથે કોઇ જ સમજુતિ નથી કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે ખેડૂતોને હિત સાથે કોઇપણ સમજુતિ નહી થાય. આ ડીલમાં ઘઉં, ચોખા, સોયા, મકાઇને બહાર રાખવામાં આવ્યા છે. ખાંડ અને ડેરી ઉત્પાદનોને પણ આ ડીલથી બહાર રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી કંપનીઓ અને નિકાસકારોને તાત્કાલિક રાહત મળશે જેઓ ઊંચા પારસ્પરિક ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને કારણે છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ હતા. પિયુષ ગોયલે આને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવતા કહ્યું કે ભારતે પહેલાથી જ રેકોર્ડ આઠ વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે, અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે BTAનો આ પ્રથમ તબક્કો નવમો મોટો કરાર બનવાની તૈયારીમાં છે. આ નિર્ણયથી ભારતની શ્રમ-સઘન નિકાસને તાત્કાલિક ફાયદો થશે, જેનો અંદાજ $30 બિલિયનથી વધુ છે. આમાં કાપડ, તૈયાર વસ્ત્રો, ચામડાના ઉત્પાદનો, ફૂટવેર, દરિયાઈ ઉત્પાદનો અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સંબંધિત માલનો સમાવેશ થાય છે. આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે ટેરિફ ઘટાડાથી યુએસમાં આ ક્ષેત્રોમાં વેચાણ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *