
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વ્યાપાર કરારમાં રશિયન ઓઈલ ખરીદીનો મુદો પેચીદો હોવાનું માનવામાં આવે છે અને સરકાર પણ સ્પષ્ટ જવાબ આપતી નથી તેમાં આ વ્યાપાર કરાર જાહેર થયા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછાયેલા આ અંગેના પ્રશ્નમાં તેઓએ જવાબ આપવાનો કોઈ ઈન્કાર કરીને વ્યાપાર મંત્રાલય સ્પષ્ટતા કરશે તેવું જણાવ્યું હતું જયારે વ્યાપારમંત્રી પિયુષ ગોયલને પ્રશ્ન કરાતા તેઓએ વિદેશમંત્રાલય કહેશે તેવું જણાવીને સરકારની અંદર કોઈ જવાબ ન હોવાનું આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આ અંગે એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા અને કહ્યું કે તેઓ એક માત્ર સરકાર હોય તેવુ વાતાવરણ બનાવી રહ્યા છે અને કોઈ મંત્રીને કંઈ ખ્યાલ નથી. ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરાર સમયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ શરત મુકી હતી કે ભારત જો રશિયા પાસેથી સીધી કે આડકતરી રીતે રશિયન ક્રુડતેલ ખરીદશે તો ફરી એક વખત 25 ટકા ટેરિફ અમલી બની જશે. પરંતુ મોદી સરકાર તેમાં કોઈ સીધો જવાબ આપી શકયુ નથી અને તેમાં બે મંત્રીઓ વચ્ચેની આ વિસંવાદીતા પણ ખુલ્લી પડી ગઈ છે.