હેલ્મેટની આડમાં ગુજરાતમાં દારૂ ઘૂસ્યો, પેટીઓ રાખવા જગ્યા ખૂટી! PCB પણ હેરાન થઇ કે આ પેટીઓ રાખવી ક્યાં?..

Spread the love

 

અમદાવાદના ફરતે આવેલા એસપી રિંગ રોડ દારૂની હેરફેર માટે વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી બીજી વખત એસપી રિંગ રોડ પરથી પીસીબીની ટીમે 63.86 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. હેલમેટની આડમાં દારૂનો જથ્થો પંજાબથી અમદાવાદ થઈને જૂનાગઢ જવાનો હતો, પરંતુ પીસીબીની ટીમે તને ઝડપી પાડ્યો છે. પીસીબીની આ કામગીરીના કારણે નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, એક હીમાચલ પાસિંગની ટ્રક હાથીજણ સર્કલ તરફથી અસલાલી આવી રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. બાતમીના આધારે પીસીબીની ટીમે ટ્રકને રોકીને ડ્રાઈવર તેની પૂછપરછ કરી હતી. ડ્રાઈવરનુ નામ જોની બળદેવસિંહ ચંદેલ છે અને તે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના હવાની ગામનો વતની છે. પોલીસે ટ્રકમાં શું છે? તે મામલે જોનીને પૂછ્યુ હતું, ત્યારે તેણે જણાવ્યુ હતું કે, ટ્રકમાં હેલમેટ છે. હેલ્મેટ ભરેલી ટ્રક નારોલ પોલીસ સ્ટેશન લાવી હતી. પીસીબીએ એક બાદ એક બોક્સ ખોલીને જોતા પહેલા હેલ્મેટ મળી આવ્યા હતા, પરંતુ હેલ્મેટની આડમાં દારૂની પેટીઓ પણ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી 63,86,608 રૂપિયાની કિંમતની દારૂની 10749 બોટલો, 5.25 લાખની કિંમતના 1053 હેલ્મેટ, તેમજ 15 લાખ રૂપિયાની ટ્રક સહિત કુલ 84.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યુ હતું કે, દારૂનો જથ્થો ચંદીગઢથી આવી રહ્યો હતો અને જૂનાગઢ ખાતે પહોચાડવાનો હતો. જૂનાગઢના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. હીમાચલ પ્રદેશના સરકાઘાટ ખાતે રહેતા દીલેરામ શેરસીંગે દારૂનો જથ્થો મોકલી આપ્યો હતો. જૂનાગઢ ટ્રક પહોચી ગયા બાદ બુટલેગર દારૂનો જથ્થો લેવા માટે આવવાનો હતો. પીસીબીએ નારોલ પોલીસ સ્ટેશનમાં જોની, દીલેરામ અને અન્ય જૂનાગઢના બુટલેગર વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
અઠવાડિયામાં બીજી વખત નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસ નહીં, પરંતુ એજન્સીઓ બીજી વખત લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે. અગાઉ ટ્રાન્સપોર્ટમાં આવેલો 3.53 લાખનો દારૂ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો હતો, ત્યારે હવે બીજી વખતમાં લાખોનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. જોકે સ્થાનિક પોલીસ અજાણ હતી કે, સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી હતી તે મામલે તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસની કોઈ સંડોવણી હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
અમદાવાદમાં છેલ્લા એક મહિનાની અંદર જ લાકડાના ભૂસામાં, ટ્રાન્સપોર્ટમાં અને ટાઇલ્સ બનાવવાના પાવડરની આડમાં લવાતો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. આ ઉપરાંત ડુપ્લીકેટ અને સસ્તી બોટલનો દારૂ મોંઘી દારૂની બોટલમાં ભરીને વેચાણનું પણ કૌભાંડ પણ ઝડપાયું હતું. ગુજરાતમાં કહેવાતી દારૂ બંધીના ધજાગરા રોજ ઉડી રહ્યાં છે અને દારૂનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે. ટ્રકો ભરાઈને દારૂ અન્ય રાજ્યની બોર્ડર પાર કરીને ગુજરાત સુધી પહોંચી જાય છે, છતાં સ્થાનિક પોલીસને ગંધ પણ આવતી નથી. 20 દિવસ પહેલાં જ અમદાવાદમાંથી મહિલા સહિત 6 લોકો ઝડપાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *