પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી? અમિત શાહે કરી મોટી જાહેરાત

Spread the love

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે માટે અમિત શાહ રાજ્યભરમાં પ્રચાર કરી રહ્યાં છે. તેમણે શુક્રવારે કહ્યુ કે જો બંગાળમાં ભાજપની જીત થાય છે તો સરકાર બનાવવાના છ મહિનાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગૂ કરવામાં આવસે. તેમણે તે પણ કહ્યું કે ભાજપ બંગાળના પુત્રને મુખ્યમંત્રી બનાવશે.

અમિત શાહે TMC પર લગાવ્યો તુષ્ટીકરણનો આરોપ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર તુષ્ટીકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.

તેમણે ટીએમસીના તે દાવાને નકાર્યો કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો બંગાળના લોકોના ખાન-પાનની આદતોમાં દખલ દેશે. અમિત શાહે કહ્યુ કે યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ ભાજપની નથી. આ બંધારણ સભાની ભલામણ છે. તેમણે યુસીસીને આગળ વધારવાનો બચાવ કરતા દાવો કર્યો કે તુષ્ટીકરણની રાજનીતિને કારણે તેને દાયકાઓ સુધી લાગૂ કરવામાં આવ્યું નહીં.

 

છ મહિનાની અંદર UCC લાગૂ કરવાનું વચન

તેમણે કહ્યું કે તુષ્ટીકરણની રાજનીતિને કારણે સમાન નાગરિક સંહિતા આટલા લાંબા સમય સુધી લાગૂ થઈ શકી નહીં. જે-જે રાજ્યોમાં અમારી સરકાર બની છે, અમે ત્યાં તેને લાગૂ કર્યું છે અને બંગાળમાં કરીશું. ભાજપના સંકલ્પ પત્રમાં પશ્ચિમ બંગાળની સત્તામાં આવવાના છ મહિનાની અંદર સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે બંગાળના દરેક નાગરિક માટે એક કાયદો હશે. તુષ્ટીકરણ શું છે? શું એક વ્યક્તિને ચાર પત્નીઓ રાખવાની છૂટ આપવી તુષ્ટીકરણ છે કે દેશના કાયદાનું પાલન કરવા માટે કહેવું તુષ્ટીકરણ છે?’

ભાજપ જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી?

પશ્ચિમ બંગાળમાં ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તે અંગે પણ શાહે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું- અમે વંશવાદી પાર્ટી નથી, જેમાં ફઈ બાદ ભત્રીજો સત્તા સંભાળે. હું બંગાળના લોકોને વિશ્વાસ અપાવવા ઈચ્છું છું કે અમારા મુખ્યમંત્રી એક બંગાળી હશે અને બંગાળના નિવાસી હશે. તેમણે ટીએમસી તરફથી જારી હુમાયૂં કબીરના તે વીડિયોનો ઉલ્લેખ કર્યો જેમાં પાર્ટીનાના સસ્પેન્ડ નેતા અલ્પસંખ્યક મતના કથિત રીતે વિભાજન માટે ભાજપના નેતાની સાથે સાંઠગાંઠનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમિત શાહે આ પ્રકારની અટકળો નકારી દીધી હતી.

 

હુમાયૂં કબીર પર શું બોલ્યા અમિત શાહ?

તેમણે કહ્યું- હુમાંયૂ કબીર અને ભાજપ બે અલગ ધ્રુવો પર છે. આવી પાર્ટીની સાથે કોઈ સમજુતિ કરવાની જગ્યાએ અમે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે. તેમણે તે પણ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી વીડિયો દ્વારા રાજકીય પરામર્શમાં લાગેલા છે. તેમણે કહ્યું- તમે મમતા જીની ક્ષમતા નથી જાણતા. તેઓ આવા ઘણા વીડિયો બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *