શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવ્યો, યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ

Spread the love

 

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, હૃદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે.

આભાર વ્યક્ત કર્યા બાદ તેમનું સ્વાસ્થ્ય અચાનક બગડી ગયું.

તબિયત બગડતા જ પ્રદ્યુમન વાજાને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું વિસ્તૃત ચેકઅપ કરવામાં આવ્યું અને હૃદયમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું. તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને હાલ તેમની તબિયત સ્થિર છે.

હાલમાં પ્રદ્યુમન વાજા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ છે અને તબીબો તેમની હાલત પર નજર રાખી રહ્યા છે. મંત્રીઓ અને મિત્રમંડળે તેમની વહેલી સ્વસ્થતાની પ્રાર્થના કરી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને નાનકડો હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર બાદ તેમની તબિયત સ્થિર છે. તેઓ હાલ વધુ દવાખાનામાં આરામ કરી રહ્યા છે.

ઓક્ટોબર 2025માં ડો. પ્રદ્યુમન વાજા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી બન્યા છે

ડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે અને ગણુભાઈ વાજાના પુત્ર છે. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં, 2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે, અને તેમના પત્ની પણ ડોક્ટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *