રાજકોટમાં છુટાછેડાનાં 40 લાખ માંગતા પત્નિ-સાસુના ત્રાસે યુવકનો આપઘાત

Spread the love

 

નાના મવા રોડ પર રહેતા યુવાને પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. સતત માનસિક ત્રાસ આપી પત્ની અને સાસુ પૈસાની ઉઘરાણી કરતા હોય અને છૂટાછેડા જોતા હોય તો તું મને રૂ. 40 લાખ આપી દે તેમ કહી સતત પત્નીએ પોલિસ ફરિયાદ નોંધાવતા માનસિક કંટાળી યુવાને સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવી દીધું હતું.

જેથી માલવિયાનગર પોલિસે સુસાઇડ નોટ કબ્જે કરી મૃતકની પત્ની અને સાસુ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી હતી.
બનાવ અંગે નાના મવા રોડ પર રાજનગર શેરી નં.-3 માં રહેતા 62 વર્ષીય વૃદ્ધ રાજેંદ્રસિંહ ભાવસિંહ રેવરએ આરોપી તરીકે 80 ફૂટ રોડ પર સત્યમપાર્ક સોસાયટીમાં રહેતા પુત્રવધુ આરતીબેન દિનેશભાઈ વાઘેલા અને વેવાણ જ્યોતિબેન દિનેશભાઇ વાઘેલાનું નામ આપતાં માલવિયાનગર પોલિસે બીએનએસની કલમ 108,3(5) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પુનીત નગર પાસે આવેલ એકસીસ બેંકમા સીક્યોરીટી તરીકે નોકરી કરે છે. તેમના પરીવારમાં પત્નિ હીરાબા અને સંતાનમાં બે દિકરા તથા એક દિકરી છે. જેમા સૌથી મોટો દિકરો વિશ્વજીતસિંહ (ઉ.વ.-38), બાદ દિકરી પૂનમબા જે હાલ ભુજ ખાતે સાસરે છે અને સૌથી નાનો દિકરો હરપાલસિંહ (ઉ.વ.35) જે તેની પત્નિ રિધ્ધીબા સાથે રહે છે. મોટા દિકરા વિશ્વજીતસિંહે આશરે દોઢેક વર્ષ પહેલા આરતીબેન વાઘેલા સાથે તા.29/04/2024 ના રોજ સમઢીયાળા ખાતે કોર્ટ મેરેજ કરેલા હતા. બાદ પુત્ર વિશ્વજીતસિંહ આરતીબેનના ઘરે જ ઘર જમાઇ તરીકે રહેતો હતો. કોર્ટ મેરેજ કર્યા પછી ચારેક મહીના બાદ આરતી તથા તેના માતા જ્યોતી વૃધ્ધના પુત્ર પાસેથી પૈસાની માગણી કરવા લાગેલ હતા. પુત્ર વિશ્વજીતસિંહને કહેલ કે, તુ તારા પિતા પાસેથી મિલકતમા ભાગ લઇ લે, પણ પુત્રએ મિલકતમાં ભાગ લેવાની ના પાડતા આરતીબેન તથા જ્યોતીબેને દિકરા સાથે મારામારી કરેલ હતી. જેથી વિશ્વજીતસિંહ તેનો સામાન ત્યા જ મુકીને પરત તેઓના ઘરે આવી ગયેલ હતો. ઘરે આવીને તેણે તમામ હકીકત જણાવેલ હતી. દિકરો ઘરે પાછો આવેલ તે જ દિવસે આરતીબેન તથા તેના માતા જયોતીબેન પણ ઘરે આવેલ લ અને માથાકુટ કરીને માણસો ભેગા કરેલ હતા. બાદ આરતીબેન દિકરાને ફોન કરી ધમકી આપતા હતા અને છુટાછેડા કરવા હોય તો તુ મને રૂ. 40 લાખ આપી દે નહીતર હુ તારા પર પોલીસ ફરીયાદ કરીને તને જેલમાં પુરાવી દઇશ તેમ ધમકી આપતાં હતા. થોડા દિવસો બાદ આરતીબેને બંને દિકરા તથા વૃધ્ધ તેમજ તેમના પત્નિ વિરુધ્ધ મહીલા પોલીસ સ્ટેશન ફરીયાદ દાખલ કરાવેલ હતી. વધુમાં તેણી અવારનવાર દિકરાના કામના સ્થળે જઈને પણ પૈસા બાબતે માથાકુટ કરતા હતા. દિકરા પર તેઓએ એટ્રોસીટી એક્ટ મુજબ પણ ફરીયાદ દાખલ કરાવેલ હતી. જેથી દિકરો માનસિક રીતે કંટાળી ગયેલ હતો. બાદ ગઈ તા.09 ના સવારના આશરે પાંચેક વાગ્યાના અરસામાં તેઓએ જાગીને બહાર નીકળી જોયુ તો પુત્ર વિશ્વજીતસિંહનો રૂમ ખુલો હતો. જેથી રૂમમાં જઈને જોતા પુત્રનો મૃતદેહ પંખામા દોરડાથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તરત જ પરીવારના સભ્યોને બોલાવી 108 મા ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બયુલન્સની ટીમે મારા પુત્રને તપાસી સ્થળ પર જ મૃત જાહેર કરી દીધો હતો. ત્યારબાદ પુત્રના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવેલ હતી. જેમા વિશ્વજીતસિંહે આત્મહત્યા કરવા પાછળ આરતીબેન તથા તેના માતા જયોતીબેન જવાબદાર હોવાનુ જણાવેલ હતું. જેથી પિતાએ પુત્રવધુ અને વેવાણ વિરુદ્ધ પુત્રને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલિસે સુસાઇડ નોટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *