ટ્રમ્પે ઇરાનનો કડુસલો બોલાવવા તારીખ ફીકસ કરી

Spread the love

 

દુનિયાની નજર હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ પર કેન્દ્રિત છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના સંકેતોએ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધાર્યો છે. સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ. ટ્રમ્પને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો દ્વારા જાણ કરવામાં આવી છે કે યુએસ સૈન્ય શનિવારથી શરૂ થનારી ઇરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહી માટે તૈયાર છે. જોકે, અંતિમ આદેશ હજુ સુધી જારી કરવામાં આવ્યો નથી. વોશિગ્ટનના આ અહેવાલોએ વૈશ્વિક ચિંતાઓ ઉભી કરી છે. રસપ્રદ વાત એ છે કે ટ્રાપે બ્લેક હિસ્ટ્રી મહિનાના કાર્યક્રમમાં જાહેરમાં આ મુદ્દાને સંબોધ્યો ન હતો. પરંતુ પડદા પાછળ તીવ્ર રાજદ્વારી અને લશ્કરી પ્રવૃત્તિ ચાલું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, એક મોટું લશ્કરી પગલું તાત્કાલિક લઇ શકે છે. સીએનએનના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે અમેરિકન સૈન્ય આ સપ્તાહના અંતે (૨૨ ફેબ્રુઆરી) સુધીમાં ઈરાન પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસને જાણ કરવામાં આવી છે કે જો આદેશ આપવામાં આવે તો. અમેરિકન સૈન્ય કલાકોમાં કાર્યવાહી કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, મધ્ય પૂર્વમાં યુએસ હવાઈ અને નૌકાદળની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વનું સૌથી આધુનિક વિમાનવાહક જહાજ, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ. આ ક્ષેત્રમાં આવી શકે છે.
દુનિયામાં ખુબ જ ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ ટ્રમ્પના ટેરિફના ઝટકા, રશિયા અને યુકેન વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ છે. ત્યાં હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. યુદ્ધ શરૂ થવાની આશંકા પ્રબળ બની રહી છે. બંને દેશ એકબાજુ જ્યાં વાતચીત દ્વારા ઉકેલ મેળવવાના પ્રયત્નો કરે છે ત્યાં બીજી બાજુ બંને દેશો યુદ્ધની તૈયારી પણ કરી રહ્યા છે. અમેરિકા મિડલ ઈસ્ટમાં સતત પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે અને બબ્બે દરિયામાં યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. બીજી બાજુ ઈરાને પણ અમેરિકી હુમલાને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવી તસવીરોથી એવો ખુલાસો થયો છે કે કોઈ પણ હુમલો થાય તેની આશંકા ના પગલે ઈરાને પોતાના પરમાણુ ઠેકાણાની કિલ્લેબંધી શરૂ કરી છે.
વરિષ્ઠ અધિકારીઓ તથા વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે મોટા પાયે સૈન્ય ઘર્ષણ ગણતરીના દિવસોમાં શરૂ થઈ શકે છે. અમેરિકી સમાચાર એજન્સી એક્સિયોસના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ યુદ્ધ અનેક અઠવાડિયાઓ સુધી ચાલી શકે છે. રિપોર્ટ મુજબ ઈઝરાયેલના પૂર્વ સૈન્ય ઈન્ટેલિજન્સ પ્રમુખ આમોસ યાડલિને કહ્યું કે સંઘર્ષની સંભાવના પહેલા કરતા ઘણી વધી ગઈ છે. અમેરિકા જેવી મહાશક્તિ યુદ્ધમાં તરત ઝંપ લાવતી નથી પરંતુ સૈન્ય તૈયારીઓ સ્પષ્ટ સંકેત આપે છે. રિપોર્ટ મુજબ વ્હાઈટ હાઉસના એક અધિકારીએ આવનારા અઠવાડિયાઓમાં સૈન્ય કાર્યવાહીની ૯૦ ટકા સંભાવના વ્યકત કરી છે.

બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નીકટના સૂત્રોનું કહેવું છે કે ટ્રમ્પ ઈરાનના વલણથી નારાજ છે અને તમામ વિકલ્પ ખુલ્લા છે એવું નિવેદન હવે વિશ્વસનીય સૈન્ય તૈયારીઓ સાથે સંકળાયેલું છે? એવું કહેવાય છે કે જો હુમલો થયો તો તે મર્યાદિત કે પ્રતિકાત્મક નહીં પરંતુ અનેક અઠવાડિયાઓ સુધી ચાલનારું વ્યાપક સૈન્ય અભિયાન હશે. જેમાં ઈઝરાયેલની પણ ભૂમિકા હશે.
ઈઝરાયેલ તરફથી પણ યુદ્ધ અંગે સંકેત મળ્યા છે. સત્તાધારી લિકુડ પાર્ટીના સાંસદ બોએજ બિસ્મથે કહ્યું કે દેશ પડકારોનો સામનો કરી રહ્યો છે અને દરેક નાગરિક એ સવાલ પૂછે છે કે ઈરાન સાથે ઘર્ષણ ક્યારે થશે. ઈઝરાયેલી અધિકારીઓના જણાવ્યાં મુજબ સેના એક સંભવિત પરિદ્રશ્યો માટે તૈયારી કરી રહી છે.
ઈન્સ્ટીટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યુરિટીની નવી સેટેલાઈટ તસવીરોથી ચોંકાવનારો ખુલાસો થયો છે. વિશેષજ્ઞો મુજબ ઈરાન પોતાના ન્યૂક્લિયર ઠેકાણાઓને કોંક્રીટ અને માટી નીચે સંતાડી રહ્યું છે અને તેમને મજબૂત બંકરોમાં ફેરવી રહ્યું છે. ઈન્ડિયા ટુડેએ પોતાના એક રિપોર્ટમાં આ વિશ્લેષણના હવાલે જણાવ્યું છે કે હાઈ રિઝોલ્યૂશન તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈરાને સંવેદનશીલ સાઈટ્સને છૂપાવવાની અને મજૂબત કરવાની કોશિશો વધારી છે.
સંસ્થાને પોતાના એનાલિસિસમાં કહ્યું છે કે છેલ્લા બે ત્રણ સપ્તાહથી ઈરાન પારચિન મિલેટ્રી કોમ્પ્લેક્સમાં નવી તાલેઘન ૨ ફેસિલિટીને માટી હેઠળ દબાવી રહ્યું છે. નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટમાં પણ કઈક એવું ચાલી રહ્યું છે. જ્યારે એસ્ફહાન ન્યૂક્લિયર કોમ્પ્લેક્સ જે એક અન્ય એનરિચમેન્ટ સાઈટ છે ત્યાં તસવીરોમાં ટનલના એન્ટ્રન્સને છૂપાવવાની કોશિશ જોવા મળી રહી છે. આ એ જ જગ્યા છે જ્યાં અમેરિકાએ ગત વર્ષે જૂનમાં બોમ્બ ફેંક્યા હતા.
આ અગાઉ મિડલ ઈસ્ટમાં અમેરિકાની સૈન્ય હાજરી સતત વધી રહી છે. ઈન્ડિપેન્ડેન્ટ ફલાઈટ ટ્રેકિંગ ડેટા અને મિલેટ્રી એવિએશન મોનિટર્સે અનેક જરર. જરૂપ અને જા૦ ફાઈટર જેટ્સને વિસ્તારમાં આવતા રેકોર્ડ કર્યા છે. આ સાથે અનેક એરિયલ રિફયૂલિગ ટેન્કર પણ જોવા મળ્યા છે. એક અમેરિકી અધિકારી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ ફાઈટર જેટ મોકલવામાં આવ્યા છે. USS અબ્રાહમ લિંકન અને અનેક અન્ય એરક્રાફ્ટ્સ પણ ત્યાં પહેલેથી જ હાજર છે.
ટ્રમ્પની ટીમે તેમને વિકલ્પો રજૂ કર્યા. સૂત્રો સૂચવે છે કે જો ટ્રમ્પ લીલી ઝંડી આપે છે. તો તરત જ હુમલો થઈ શકે છે. જોકે, તેઓ હાલમાં વિચારણા કરી રહ્યા છે. સીબીએસ ન્યૂઝમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે શનિવાર સુધીમાં હુમલો શક્ય છે. આ માહિતી આ બાબતથી પરિચિત લોકો પાસેથી મળી છે. ટ્રમ્પે અગાઉ ઈરાન પર કડક વલણ અપનાવ્યું છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ આગળ વધતી હોય તેવું લાગે છે. શું આ માત્ર ધમકી છે. કે ખરેખર કંઈક ગંભીર બનવાનું છે? સામાન્ય અમેરિકનો ચિતિત છે કે આનાથી મધ્ય પૂર્વમાં નવું યુદ્ધ શરૂ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *