મહાનગરોમાં અપાર્ટમેન્ટની અંદર ફ્લેટ્સ લેનારા મોટા ભાગના લોકોની ઈચ્છા હોય છે કે આપણે પણ એવું ઘર લઈ શકતા, જ્યાં આપણી પોતાની છત હોય. વળી જમીન સાથે જોડાયેલું ઘર લેનારા લોકો એપાર્ટમેન્ટની ચકાચોંધના સપના જોતા હોય છે. પણ બંનેના પોતપોતાના ફાયદા અને નુકસાન હોય છે. જેમ કે વાયરલ વીડિયોમાં શખ્સ ખુદ જણાવે છે કે તેની મમ્મી 2 મહિનામાં પહેલી વાર નીચે આવી છે.
વીડિયોમાં યુવક જણાવે છે કે અમે લોકો 16મા ફ્લોર પર રહીએ છીએ અને અમારી મમ્મી તડકામાં બેસવા માટે દરરોજ નીચે નથી આવી શકતી. આમ તો મહાનગરોમાં લગભગ આવી જ સ્થિતિ છે. દિલ્હી એનસીઆરમાં ખાસ કરીને નોઈડા ગુડગાવથી લઈને બેંગલુરુ, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જેવા મેટ્રો સિટીઝમાં રહેતા લોકોની લાઈફ ખૂબ જ મર્યાદિત થઈ ગઈ છે. એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાય લોકો તો વર્ષો સુધી એ પણ જાણવાની કોશિશ નથી કરતા કે તેમના પાડોશમાં કોણ રહે છે.
ફ્લેટમાં રહેતો શખ્સ વીડિયોમાં જણાવે છે કે આજે માતાજી અમારી લગભગ 1 મહિના બાદ નીચે આવી છે, અમે 16મા ફ્લોર પર રહીએ છીએ. આજે જ્યારે તે નીચે આવી છે, તો તેને રિલેક્સ અનુભવ થઈ રહ્યો છે. ફ્લેટ્સમાં લોકોને તડકો ખાવા માટે નીચે, બહાર આવવું પડે છે. યુવક જણાવે છે કે બાકી બધા તો રોજ આવે છે, પણ તેમની મમ્મી 2-3 મહિનામાં એક વાર આવે છે.
પોતાની મા વિશે શખ્સ જણાવે છે કે તે ડિસેમ્બર બાદ, હવે ફેબ્રુઆરીમાં નીચે આવી છે. તે જણાવે છે કે તમે ફ્લેટ્સ લેતા પહેલા એ વાતનું જરૂર ધ્યાન રાખો, આ કબૂતરખાના છે. અહીં જિંદગી આવી જ થઈ જાય છે. જ્યારે ઘરમાં તડકો નથી આવતો, તો હાલત આવી જ થાય છે. છેલ્લે આ યુવક લોકોને સલાહ આપે છે કે, ફ્લેટ લેતા પહેલા તમે પણ એ વાતનું ધ્યાન રાખો. તેની સાથે આ વીડિયો ખતમ થાય છે.
16 ફ્લોર પર રહેતા યુવકની વાત સાંભળી ઘણા લોકો ગામડાને સારું ગણાવી રહ્યા છે. તેની આ પોસ્ટ પર અસંખ્ય કોમેન્ટ આવી છે. એક યુઝરે લખ્યું છે કે આના કરતા તો લોકો ગામડામાં ફુલ એન્જોયથી રહે છે. બીજાએ કહ્યું કે, ભાઈ, જીવો છો કે નહીં, કંઈ ખબર નથી પડી, લાઈફનો ઉદ્દેશ્ય શું છે. ત્રીજા યુઝરે કોમેન્ટ કરી કે તમારી મમ્મી ખૂબ જ દુખી અને નિરાશ લાગી રહી છે. ચોથા યુઝરે આવી બિલ્ડિંગને સોનાની જેલ ગણાવી છે.