‘ઘણા મોટા શહેરો ખાલી કરવા પડી શકે’, ઇરાનમાં ન્યુક્લિયર રેડિયેશન એલર્ટ! ઇરાની રાજદૂતનું મોટું નિવેદન

Spread the love

 

યુદ્ધ દરમિયાન ઇરાને મોટો દાવો કરતા જણાવ્યું કે, અમેરિકા- ઈઝરાયલે રવિવારે અમારા પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. IAEAમાં ઇરાનના રાજદૂતે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલે રવિવારે ઇરાની પરમાણુ કેન્દ્રો પર હુમલો કર્યો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે ઇરાનમાં કયા પરમાણુ સેન્ટર પર હુમલો થયો છે, ત્યારે ઇરાની રાજદૂતે કહ્યું કે, ઇઝરાયલ અને અમેરિકાએ નાતાન્ઝ પરમાણુ સેન્ટર પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન, ઇરાન સામે ચાલી રહેલા યુએસ અને ઇઝરાયલી લશ્કરી હુમલાઓ વચ્ચે વિયેનામાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની કટોકટી બેઠક શરૂ થઈ છે. IAEA એ આ હુમલાથી થતા રેડિયેશનની ચેતવણી આપતા કહ્યું છે કે ઘણા મોટા શહેરો ખાલી કરવા પડી શકે છે.

ઈરાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઈરાની પરમાણુ નિયમનકારી અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ ગયા છે અને કોઈ જવાબ મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના વડા, રાફેલ ગ્રોસીએ ઈરાનના પરમાણુ નિયમનકારી અધિકારીઓનો સંપર્ક કરવાનું ચાલુ રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *