ગુજરાતમાં શરૂ થશે દેશનું પ્રથમ રશિયન સેન્ટર; વિદ્યાર્થીઓ શીખી શકશે રશિયન ભાષા અને સંસ્કૃતિ

Spread the love

 

રશિયાની એમ્બેસી દ્વારા દેશનું પ્રથમ લન્ગેવજ એન્ડ કલ્ચર સેન્ટર ગુજરાતમાં શરૂ કરવામા આવનાર છે. આ સેન્ટર ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં શરૂ થશે અને જેનું આજે (બીજી માર્ચ) રશિયન ડેલિગેશનની હાજરીમાં ઉદ્ઘાટન કરાશે. હાલ દિલ્હી, મુંબઈ, કોલકાતા સહિતના પાંચ શહેરોમાં રશિયન સેન્ટર છે. જેમાં બે સેન્ટર સાયન્સ એન્ડ કલ્ચર એન્ડ બે સેન્ટર માત્ર કલ્ચર સેન્ટર છે.

પરંતુ ગુજરાતમાં શરૂ થનારું આ પ્રથમ લેંગ્વેજ એન્ડ કલ્ચર સેન્ટર છે. જેના દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ રશિયન ભાષા અને સંસ્કૃતિ શીખશે.

રશિયાની એમ્બેસીએ મંજૂરી

ગુજરાતમાં રશિયન સેન્ટર શરૂ કરવા રશિયન પ્રેસિડેન્ટ પુતિનને રજૂઆત કરાઈ હતી. ગુજરાત કે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને તે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી ખાતે રશિયન સેન્ટર શરૂ કરવા માટે રશિયાની એમ્બેસીએ મંજૂરી આપી હતી.જેને પગલે સોમવારે ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવન ખાતે દેશનું પ્રથમ રશિયન લેન્ગેજ એન્ડ કલ્ચર સેન્ટર શરૂ કરવામા આવનાર છે.

હાલ ભારતમાં ચેન્નાઈ, દિલ્હીં, મુંબઈ, કોલકાતા અને ત્રિવેન્દ્રમ સહિતના પાંચ શહેરોમાં રશિયન સેન્ટર છે. જેમાં ત્રણ શહેરોમાં સાયન્સ એન્ડ કલ્ચર સેન્ટર છે. જ્યારે બે શહેરોમાં કલ્ચર સેન્ટર છે. મુંબઈ-દિલ્હી સહિતના ત્રણ સેન્ટર સીધા જ રશિયન સરકાર દ્વારા મોનિટરિંગ થાય છે અને બે સેન્ટર એમ્બેસીદ્વારા મોનિટરિંગ કરાય છે. હવે ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ થનારું આ દેશનું છઠ્ઠુ સેન્ટર હશે. આજે રશિયાના ડેલિગેશનની હાજરીમાં સવારે 11 વાગે આ સેન્ટરનું ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કરાશે.

રશિયાના ભારત ખાતેના એમ્બેસેડરડેનિસ અલિપોવ પણ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ ઈઝરાયલ-ઈરાન યુદ્ધની સ્થિતિને પગલે તેઓનું આવવાનું હવે નક્કી નથી.જો કે, રશિયીની એમ્બેસીના કાઉન્સેલર તથા ઈન્ડિયન સેન્ટર હેડ ડૉ.એલીના રેમિઝોવા તેમજ ઈન્ટ. કોઓપરેશન પાવર ઓફ ડેવલપમેન્ટના હેડ એકાટેરિના ઝુહુકોવાકિઆ સહિતના ઉચ્ચ અધિકારી તથા બ્રિક્સ યુથ અલાઈન્સના અધિકારી મધિશ પરિખ તથા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *