ગુજરાત એ.ટી.એસે ૨૨ કી.ગ્રા એટોમિડેટ પાવડર વિદેશમાં એક્ષપોર્ટ કરનાર બે ઇસમોની ધરપકડ કરી

Spread the love

આરોપી નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયા અને ભૌતિક દામજીભાઈ પદમણી ની ૮ માર્ચના રોજ અટકાયત

અમદાવાદ

ગુજરાત એ.ટી.એસે વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટનો જથ્થો વિદેશમાં ગેર કાયદેસર રીતે એક્ષપોર્ટ કરવાના કેસમાં વધુ બે ઇસમોની ધરપકડ તથા ૨૨ કીલોગ્રામ એટોમીડેટ જપ્ત કર્યો હતો .

બનાવની વિગત એવી છે કે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગત તારીખ ૦૭.૦૩.૨૦૨૬ ના રોજ એટોમિડેટ પાવડરનો જથ્થો મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ, મલેશીયા, સિંગાપુર તથા અન્ય દેશોમાં ખોટા બીલો તથા ખોટા કસ્ટમ્સ ક્લિયરન્સના કાગળો બનાવી એલોવેરા પાવડર તથા ગીનોપોલ-૨૪ પાવડરના નામથી મિસલેબલીંગ તથા મિસડિક્લેરેશન કરી એક્ષપોર્ટ કરતા ઈસમો વિરૂધ્ધ એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ફસ્ટ ગુ.નં ૦૩ ૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨), ૩૫૦(૧) મુજબનો ગુનો નોંધી ઉપરોક્ત આરોપી (૧) નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયા ઉ.વ. ૨૮, ધંધો, રહે-બી-૩૦૨ બ્લુ કેન્ડલ ભારીમાતા કતારગામ સુરત, નાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .
આ ગુનાની તપાસ દરમ્યાન તપાસ કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર.ચાવડા દ્વારા તપાસ દરમ્યાન અન્ય આરોપીઓ (૧) ચેતનભાઇ કનુભાઈ વાવડીયા તથા (૨) ભૌતિક દામજીભાઈ પદમણી નાઓને તા. ૮.૩.૨૦૨૬ ના રોજ અટક કરેલ હતા .
ત્યારબાદ ઉપરોક્ત ત્રણેય આરોપીઓની કંપનીઓની ઓફિસે જઈ જડતી તપાસ કરતા એટોમીડેટ ખરીદ બીલો, તથા સ્ટોક રજીસ્ટરની ચકાસણી કરતા તે વાતની ખરાઈ થઈ હતી કે તેઓ દ્વારા એટોમીડેટનું મિસલેબલીંગ તથા મિસડિક્લેરેશન કરી વિદેશ મોકલવામાં આવી રહેલ હતું.
તેમજ તપાસ દરમ્યાન નિકુંજ ગઢિયાની પુછપરછ કરતા જાણવા મળેલ કે તેના દ્વારા મલેશિયા મોકલવા માટે તા. ૨૮.૦૨ ૨૦૨૬ ના રોજ ૦૬ પાર્સલ કે જેનું કુલ વજન ૨૫.૫ કીલોગ્રામ છે જે પૈકી ૨૨ કીલોગ્રામ એટોમીડેટ છે તેને એરકાર્ગો મારફતે મોકલી આપવા માટે કાર્યવાહી કરેલ છે. જે ૦૬ પાર્સલોનું મુંબઈ ખાતે જઈ પો.ઈન્સ. શ્રી વી.એન.ભરવાડ દ્વારા રમણ સ્પેક્ટ્રોગ્રાફ ડ્રગ ડિટેક્ટર કીટથી ચકાસણી કરતા એટોમીડેટ હોવાની પુષ્ટી થયેલ છે. ૯ પાર્સલોને એલોવેરા પાવડર સેમ્પલ તરીકે મિસડિક્લેર તથા મિસલેબલિંગ કરી મોકલેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *