હર્ષ સંઘવીનો ધારદાર કટાક્ષ: ‘શું LLBમાં જૂતું મારવાનું શીખવાડે છે?’
આ શાબ્દિક યુદ્ધમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઝંપલાવ્યું અને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા. સંઘવીએ ઇટાલિયાના કાયદાના અભ્યાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “ગૃહમાં આજે અમુક કહેવાતા ‘ભણેલા-ગણેલા’ લોકો બેઠા છે. આ ગ્રેજ્યુએટ અને BA, LLB થયેલા સભ્યોના સિલેબસમાં શું આવતું હશે તે જ મોટો સવાલ છે. શું LLBના કોઈ પુસ્તકમાં એવું લખ્યું છે કે કોઈની પર જૂતું મારવું જોઈએ?” હર્ષ સંઘવીએ કાયદાના શાસનની વાત કરતા ઉમેર્યું કે, “જ્યારે તમે પોતે કાયદાની વાતો કરતા હોવ, ત્યારે કોઈ વ્યક્તિ પર જૂતું તો ન જ ફેંકાય.” અંતમાં તેમણે આમ આદમી પાર્ટીની નેતાગીરી પર સીધો પ્રહાર કરતા ટોણો માર્યો કે, “ગૃહમાં મૂળ મુદ્દાને કઈ રીતે ડાયવર્ટ કરવો અને ચર્ચાને કઈ રીતે ભટકાવવી, તેની સ્પેશિયલ ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી જ મળતી લાગે છે.”