ઉત્તરપ્રદેશના આંબેડકરનગર ખાતેથી એમ.ડી. બનાવતી ક્લેડેસ્ટાઈન લેબોરેટરી પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

Spread the love

અમદાવાદ

ભારત સરકાર તથા ગુજરાત સરકારની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ, ગુજરાત એ.ટી.એસ. દ્વારા નશીલા પદાર્થો સામે કડક પગલાં લઈને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેથી નાર્કોટિક્સ ગુનાઓ પર નિયંત્રણ કરી શકાય. જે અનુસંધાને એ.ટી.એસ. ગુજરાત દ્વારા ગત તા.૦૧ ૦૩ ૨૦૨૬ ના રોજ અમદાવાદ ખાતે દાણીલીમડા વિસ્તારમાં આરોપી શફાતઅહેમદ ઉર્ફે ચાંદ મોહમંદ ઇસ્તિયાક ફારૂકી નાઓના કબ્જામાંથી ગેરકાયદેસર માદક પદાર્થના ૪.૬ ગ્રામના જથ્થો પકડી પાડેલ. જે ગુનાહિત પ્રવૃતિમાં સામેલ કુલ આરોપી (૧) શફાતઅહેમદ ઉર્ફે ચાંદ મોહમંદઇસ્તિયાક ફારૂકી રહે. મકાન નંબર ૨૪,પુજારીની ચાલી, હાથીખાઇ ચાર રસ્તા પાસે, ગોમતીપુર અમદાવાદ તથા આ મેફેડ્રોનનો જથ્થો તેને વેચાણ આપનાર આરોપીઓ (૨) સોહીલ ઉર્ફે ભુરા મુનીરભાઇ મીર્ઝા ઉ.વ. ૨૫ ધંધો. વેપાર રહે.૨૨૩, નુર-એ- અહેમદી સોસાયટી, ઝારા ફ્લેટની સામે, દાણીલીમડા, શાહઆલમ, અમદાવાદ તથા (૩) ફરહાન ઉર્ફે ભુરા ફૈજુલ્લાખાન પઠાણ ઉ.વ.૩૮ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે. ઘર નં-૪, આશ્માં ડુપ્લેક્ષ, સરતાજનગર, બોમ્બે હોટલ પાસે, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ નાઓની ધરપકડ કરી એ.ટી.એસ. પો. સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૦૧૨૦૨૬ અંતર્ગત NDPS [Narcotic Drugs and Psychotropic Substances] Act ની કલમ-૮ (સી), ૨૨(બી), તથા ૨૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આ ગુનાની તપાસ દરમ્યાન ભારત તથા ગુજરાત સરકારની નાર્કોટિક્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત એ.ટી.એસ. ગુજરાત દ્વારા ઇન્વેસ્ટિગેશન માટે ટોપ-ડાઉન અને બોટમ- અપ એપ્રોચ અપનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ.ચૌધરી નાઓને જાણવા મળેલ કે સોહીલ ઉર્ફે ભુરા મુનીરભાઇ મીર્ઝા નાઓને મેફેડ્રોનનો ૩૦૦ ગ્રામ જથ્થો પંકજ તથા કપીલ નામના ઇસમો જોડેથી પ્રાપ્ત થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *