ભણવાનું છોડો, પ્રેમ કરો..! ચીની યુનિવર્સિટીએ ‘રોમાન્સ’ માટે છાત્રોને આપી ‘સ્પ્રિંગ બ્રેક’!

Spread the love

 

બીજીંગ (ચીન) તા.19 એક સમયે ફાટ ફાટ વસ્તીની સમસ્યાથી પીડાતા ચીનમાં હવે ઘટતો જન્મ દર સમસ્યા બન્યો છે. આ ઘટતો જન્મ દર અને ઘટતા લગ્નોએ સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓને એક અનોખા રસ્તે ચાલવા મજબૂર કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં ચીનની વસ્તીમાં સતત ચોથા વર્ષે ઘટાડો નોંધાયો છે.

‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ શહેર
ચીનના રાષ્ટ્રીય વિકાસ અને સુધાર પંચ હવે બાળકોને અનુકુળ શહેરોના નિર્માણ પર જોર આપી રહ્યા છે. જયાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રમત અને મનોરંજનની બહેતર સુવિધાઓ અપાઈ રહી છે.

‘સી ધી ફલાવર્સ એન્ડ એન્જોય રોમાન્સ’
સિચુઆન સાઉથ વેસ્ટ વોકેશનલ કોલેજ ઓફ એવિએશન’ એ 1થી 6 એપ્રિલ સુધી ‘સ્પ્રિંગ બ્રેક’ની જાહેરાત કરી છે. આ રજાની અધિકૃત થામ ‘સી ધી ફલાવર્સ’ રખાઈ છે, આ પગલું એ દેશમાં ખૂબજ ચોંકાવનારૂ છે, જયાં સામાન્ય રીતે છાત્ર પોતાની રજાઓનો સમય પણ લાઈબ્રેરીમાં વીતાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *