અમદાવાદમાં દેહવેપારનો પર્દાફાશ: ‘બુદ્ધા સ્પા’માં ડમી ગ્રાહક મોકલીને કૂટણખાનું ઝડપી પાડ્યું

Spread the love

 

અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI એ. એમ. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે હિમાલયા મોલમાં આવેલા ‘બુદ્ધા સ્પા’માં મસાજના (Ahmedabad spa raid)નામે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસ દ્વારા એક ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલવામાં આવ્યો હતો.

જ્યારે ડમી ગ્રાહક સ્પાની અંદર પહોંચ્યો, ત્યારે તેને મસાજની સાથે દેહવેપારની ઓફર કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિની ખાતરી થતા જ ગ્રાહકે બહાર ટાંપીને ઉભેલી પોલીસ ટીમને સિગ્નલ આપ્યું હતું. સંકેત મળતાની સાથે જ મહિલા પોલીસની ટીમે સ્પામાં દરોડા પાડ્યા હતા, જેનાથી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

નોર્થ ઈસ્ટની ૩ યુવતીઓ મળી આવી
પોલીસ તપાસ દરમિયાન સ્પામાંથી નોર્થ ઈસ્ટની ત્રણ યુવતીઓ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, સ્પાનો માલિક ઇરશાદ સૈયદ અને મેનેજર સની સંતોષ આ યુવતીઓ પાસે બળજબરીથી દેહવેપાર કરાવતા હતા. દરેક ગ્રાહક દીઠ આ યુવતીઓને 1000 રૂપિયા આપવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

માલિક અને મેનેજર સામે ગુનો દાખલ
પોલીસે આ ત્રણેય યુવતીઓને કૂટણખાનામાંથી મુક્ત કરાવી છે. રેડ દરમિયાન સ્પાનો મેનેજર સની સંતોષ પોલીસને બહાનું આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પશ્ચિમ મહિલા પોલીસે સ્પાના માલિક ઇરશાદ સૈયદ (રહે. લાલદરવાજા) અને મેનેજર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *