આજે જ ચેક કરી લો રજાઓનું લિસ્ટ; જાણો અમદાવાદ સહિત દેશમાં ક્યારે કઈ જગ્યાએ રહેશે બેંકમાં રજા

Spread the love
Bank Holidays in April 2026: જો તમે એપ્રિલ મહિનામાં કોઈ કામ માટે બેંક જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો પહેલા રજાઓની યાદી તપાસી લેવી હિતાવહ છે. એપ્રિલ 2026માં કુલ 14 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. રજાઓની શરૂઆત ૧લી એપ્રિલથી જ થશે. જોકે, તે દિવસે બેંકો સત્તાવાર રીતે બંધ નથી હોતી, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે કોઈ કામકાજ થતું નથી, કારણ કે ૧લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થતું હોવાથી બેંકો તેમના આંતરિક નાણાકીય કામો પૂર્ણ કરે છે.

એપ્રિલ 2026માં વિવિધ તહેવારો અને મહત્વના દિવસોને કારણે 8 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોઈ શકે છે. આ ઉપરાંત, એપ્રિલમાં ૪ રવિવાર આવે છે, જે દિવસે દેશભરની તમામ બેંકો બંધ રહેશે. સાથે જ, બીજા અને ચોથા શનિવારે પણ બેંકોમાં રજા રહેશે. આમ, એપ્રિલમાં કુલ ૧૪ દિવસ બેંકોમાં રજાનો માહોલ રહેશે.

એપ્રિલ 2026નું રજાઓનું કેલેન્ડર:

1 એપ્રિલ (બુધવાર): નવા નાણાકીય વર્ષની શરૂઆત (વાર્ષિક હિસાબ પૂરા કરવાને કારણે) આખા દેશમાં બેંકોમાં ગ્રાહકો માટે ઓફલાઇન કામકાજ બંધ રહેશે.

2 એપ્રિલ (ગુરુવાર): મોન્ડી ગુરુવાર નિમિત્તે કેરળના કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

3 એપ્રિલ (શુક્રવાર): ગુડ ફ્રાઈડે નિમિત્તે અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, લખનૌ, પટના સહિતના મુખ્ય શહેરોમાં બેંકો બંધ રહેશે.

5 એપ્રિલ: રવિવાર (દેશભરમાં રજા).

11 એપ્રિલ: બીજો શનિવાર (દેશભરમાં રજા).

12 એપ્રિલ: રવિવાર (દેશભરમાં રજા).

14 એપ્રિલ (મંગળવાર): ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, વૈશાખી અને અન્ય તહેવારો નિમિત્તે અમદાવાદ, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, લખનૌ અને અન્ય શહેરોમાં બેંકો બંધ રહેશે.

15 એપ્રિલ (બુધવાર): બંગાળી નવું વર્ષ, વિશુ અને હિમાચલ દિવસ નિમિત્તે કોલકાતા, કોચી, શિમલા અને ગુવાહાટીમાં રજા રહેશે.

16 એપ્રિલ (ગુરુવાર): બોહાગ બિહુના કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.

19 એપ્રિલ: રવિવાર (દેશભરમાં રજા).

20 એપ્રિલ (સોમવાર): બસવ જયંતિ અને અક્ષય તૃતીયા નિમિત્તે બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.

21 એપ્રિલ (મંગળવાર): ગરિયા પૂજાના કારણે અગરતલામાં બેંકો બંધ રહેશે.

25 એપ્રિલ: ચોથો શનિવાર (દેશભરમાં રજા).

26 એપ્રિલ: રવિવાર (દેશભરમાં રજા).

ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે

બેંકોમાં રજા હોવા છતાં, તમે ઓનલાઇન બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો. રજાના દિવસોમાં ATM, મોબાઈલ બેંકિંગ, UPI અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી સેવાઓ પર કોઈ અસર પડતી નથી. તમે નાણાં ટ્રાન્સફર કરવા અથવા રોકડ ઉપાડવા માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ હંમેશની જેમ કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *