FASTag New Rules: હવે ટોલ પ્લાઝા પર રોકડ નહીં ચાલે, 72 કલાકમાં પેમેન્ટ નહીં કરો તો દંડ બમણો થશે!

Spread the love

 

દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે 1 એપ્રિલ, 2026થી મોટા ફેરફારો અમલમાં આવ્યા છે. NHAI હવે સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તરફ વળી રહ્યું છે, જેમાં ટોલ પ્લાઝા પર રોકડ (Cash) સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.

આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર લાગતી લાંબી કતારો ઘટાડવી, ટ્રાફિક જામની સમસ્યા નિવારવી અને ટોલ કલેક્શન પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાનો છે. રોકડ લેન હટાવી દેવાને કારણે વાહનો ઝડપથી પસાર થઈ શકશે, જેનાથી ઈંધણની બચત થશે અને પ્રદૂષણ પણ ઘટશે.

દંડના કડક નિયમો
જો કોઈ વાહનચાલક ટોલ ચૂકવ્યા વગર પસાર થશે, તો નવા ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા વાહન માલિકને SMS, ઈ-મેઈલ કે એપ દ્વારા નોટિસ મોકલવામાં આવશે.

જો તમે 72 કલાકમાં પેમેન્ટ કરી દેશો, તો માત્ર મૂળ રકમ જ ચૂકવવી પડશે.

જો 72 કલાક વીતી જશે, તો ટોલની રકમ બમણી (Double) થઈ જશે.

સતત ચૂકવણી ન કરવા બદલ ‘વાહન’ (VAHAN) ડેટાબેઝ દ્વારા તમારા વાહન પર નિયંત્રણો પણ લાદવામાં આવી શકે છે.

AI દ્વારા હાઈવેનું મોનિટરિંગ
NHAI હવે હજારો કિલોમીટરના હાઈવે પર આર્ટિફિશિયલ Rન્ટેલિજન્સ (AI) આધારિત મોનિટરિંગ શરૂ કરી રહ્યું છે. પેટ્રોલિંગ વાહનો પર લાગેલા કેમેરા રસ્તાના ખાડા, ક્ષતિગ્રસ્ત સાઈન બોર્ડ, નબળી લાઈટિંગ અને ગેરકાયદે દબાણોને ઓળખી લેશે, જેથી તંત્ર ઝડપથી કામ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *