પિસ્ટલ-કારતૂસ સાથે પકડાયેલો શખસ મર્ચન્ટ નેવીનો ઓફિસર નીકળ્યો: 3 લાખનો પગાર હોવા છતાં મિત્ર માટે ‘ડિલિવરી બોય’ બન્યો, લક્ઝરી બસમાં કપડાંની વચ્ચે સંતાડી હેરાફેરી કરતો ઝડપાયો

Spread the love

 

ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે તાજેતરમાં હિંમતનગર-અમદાવાદ હાઈવે ચિલોડા આગમન હોટલ સામેના નાકા પોઇન્ટથી પૂર્વ બાતમીના આધારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બિહારના શખસને પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. જેના રિમાન્ડ દરમિયાન આરોપી મર્ચન્ટ નેવીમાં માસિક ત્રણ લાખ રૂપિયાના પગારે નોકરી કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

થેલાની તલાસી લેતા કપડાંની વચ્ચે સંતાડેલી પિસ્ટલ અને કારતૂસ મળ્યા

તાજેતરમાં ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે. ચૌહાણની

ટીમ દ્વારા ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હિંમતનગર તરફથી આવતા હાઈવે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી અમદાવાદ રૂટની બાબુ ટ્રાવેલ્સની બસને અટકાવવામાં આવી હતી. બાદમાં પોલીસ ટીમે બસની અંદર તપાસ કરતા સ્લીપિંગ કોચની સીટ નંબર R પર બેઠેલા પેસેન્જર પાસેથી કાળા કલરનો થેલો મળો આવ્યો હતો. જે થેલાની તલાસી લેતા કપડાંની વચ્ચે સંતાડેલું એક પૂંઠાનું બોક્સમાંથી એક હાથ બનાવટની પિસ્ટલ કી રૂ. 25000 અને રૂ.900ની કિંમતના નવ જીવતા કારતૂસ ઉપરાંત બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.

પકડાયેલા શખસની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત હોવાનું જણાવ્યું હતું. તે મૂળ બિહારના સિવન જિલ્લાના ગુટની ગામનો વતની છે અને હાલ નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. જેના એક દિવસના રિમાન્ડ મેળવીને પૂછતાછ કરતાં ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે.

યુવકે દિલ્હીના શખ્સ પાસેથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લીધી

શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત મરચંટ નેવીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. જેની ત્રણ ચાર મહિના શીપમાં નોકરી હોય છે. શિવમનો પગાર આશરે ત્રણ લાખ રૂપિયા છે. જેને તેના એક મિત્રએ દિલ્હીથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લઈ પહોંચતી કરવા કહ્યું હતું. આથી શિવમસિંગ દિલ્હી ગયો હતો. જ્યાં તેના મિત્રએ અગાઉથી જ બધી ગોઠવણ કરી રાખી હતી.

તેણે દિલ્હી પહોંચીને દિલ્હીના શખ્સ પાસેથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લીધી હતી. જે આપવા માટે કચ્છ તરફ બસમાં બેસીને રવાના થયો હતો. જોકે તેના મિત્રએ હથિયાર શેના માટે મંગાવ્યું હતું એ વાતથી શિવમ સિંગ અજાણ હોવાનું રટણ કર્યું હતું. હાલમાં તેના મોબાઈલના સીડીઆર મંગાવીને ટેકનિકલ એનાલિસિસિસ થકી આગળની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *