Americaના ખજાનામાંથી સોનું કાઢવા પડાપડી,જાપન સૌથી આગળ

Spread the love
કોણ કેટલું સોનું પાછું ખેંચી રહ્યું છે?

અમેરિકાની સેન્ટ્રલ બેંક પાસે વિશ્વના 30થી વધુ દેશોનું સોનું સુરક્ષિત રાખવામાં આવ્યું છે.પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.જર્મની દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા ગોલ્ડ રિઝર્વ ધરાવતો દેશ છે. જર્મનીનું આશરે 1236 ટન (37%) સોનું અમેરિકાની તિજોરીમાં છે.જેને પાછું ખેંચવા માટે સૌથી આગળ છે.ઈટલીનું આશરે 1060 ટન સોનું અમેરિકાની તિજોરીમાં છે.ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડનું 190 ટન છે સ્વિટ્ઝરલેન્ડ પણ આ કતારમાં છે.

ભારતની સ્થિતિ શું છે?

ભારતે પણ પોતાના ગોલ્ડનો મોટો હિસ્સો વિદેશમાં રાખ્યો છે.સપ્ટેમ્બર 2025 સુધીમાં RBI પાસે 880.8 મેટ્રિક ટન સોનું છે.તેમાંથી 575.8 ટન ભારતમાં છે.જ્યારે 290.3 મેટ્રિક ટન વિદેશમાં ખાસ કરીને બેંક ઓફ ઈંગ્લેન્ડ અને અમેરિકામાં છે.તાજેતરમાં ભારતે પણ સતર્કતા દાખવીને 102 ટન સોનું વિદેશમાંથી પાછું ભારત મંગાવી લીધું છે.

ટ્રમ્પ ‘વિલન’ કેમ બન્યા?

 

અમેરિકા પરથી યુરોપનો ભરોસો ઉઠવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ મુખ્ય કારણ હોવાનું મનાય છે.ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ અને મિત્ર દેશો પ્રત્યેનું કડક વલણ પણ જવાબદાર છે.યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે વધતી જતી ખાઈ.ઈરાન અને અન્ય ક્ષેત્રોમાં ટ્રમ્પની આક્રમક રણનીતિને કારણે વૈશ્વિક યુદ્ધનો ભય છે.મોંઘવારી અને તેલના વધતા ભવ આ સ્થિતીમાં ‘સોનું’ જ સૌથી સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે.તો બીજી તરફ ગ્રીનલેન્ડ પ્રત્યે ટ્રમ્પની લાલચે પણ યુરોપિયન દેશોને વિચારતા કરી દીધા છે.

 

શા માટે દેશો વિદેશમાં સોનું રાખે છે?

 

દેશો પોતાનું સોનું અમેરિકામાં કેમ રાખે છે તેના મુખ્ય કારણો જોઈએ તો વેપારમાં સરળતા રહે.ન્યૂયોર્ક ગ્લોબલ ટ્રેડ સેન્ટર હોવાથી આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ સોનામાં કરવી સરળ રહેતી હતી.કુદરતી આફતો કે આર્થિક અસ્થિરતા સમયે પણ વિદેશમાં રાખેલું સોનું સુરક્ષિત રહે છે.

 

વિશ્વના અર્થતંત્રમાં અત્યારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી થતાની સાથે જ યુરોપિયન દેશોમાં પોતાનું સોનું અમેરિકાની તિજોરીઓમાંથી પાછું ખેંચવાની સ્પર્ધા લાગી છે.જે અમેરિકા દાયકાઓથી દુનિયાના સોનાનું ચોકીદાર ગણાતું હતું.હવે તે ચોકીદાર પર આ દેશોને ભરોસો નથી રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *