
ઈરાનની નવી એર ડિફેન્સ સિસ્ટમે મચાવી તબાહી
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)ના ખાતમ-અલ અનબિયા હેડક્વાર્ટરે આજે (4 એપ્રિલ) સરકારી ટેલિવિઝન પર સત્તાવાર જાહેરાત કરી છે કે, તેણે નવી એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને અમેરિકન ફાઈટર જેટ, ડ્રોન અને ક્રૂઝ મિસાઈલ તોડી પાડીને સફળતા મેળવી છે. આઈઆરજીસીના પ્રવક્તા ઈબ્રાહિમ જુલ્ફકારીએ કહ્યું કે, ‘ઈરાનના એર ડિફેન્સ માટે શુક્રવારનો દિવસ ગૌરવ દિવસ હતો. આ દિવસે ઈરાની સેનાએ ફાઈટર જેટ, હેલીકોપ્ટર, ડ્રોન પર ઝડપી, ચોક્સાઈથી અને શક્તિશાળી હુમલો કર્યો હતો, જેમાં અનેકના મોત થયા છે.’ આ સફળતા મેળવ્યા બાદ ઈરાને અમેરિકા અને તેના સાથી દેશો માટે આ દિવસને કાળો દિવસ ગણાવ્યો છે.
ઈરાને અમેરિકાને ભયાનક નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, આઈઆરજીસીના એરોસ્પેસ ફોર્સે નવી એર ડિફેન્સ સિસ્ટમે અમેરિકાનું એક અત્યાધુનિક F15 પાઈટર જેટ, ત્રણ ડ્રોન અને બે રડારથી બચતી ક્રૂઝ મિસાઈલને તોડી પાડી છે. આ ઉપરાંત આ સિસ્ટમએ એક A10 ફાઈટર વિમાન અને બે બ્લેક હૉક હેલિકોપ્ટરને પણ ટાર્ગેટ કરી છે. આ જ સિસ્ટમથી વધુ એક A10 ફાઈટર જેટને પણ તોડી પડાયું છે.
ગુમ અમેરિકન પાયલટને શોધવા ગયેલા હેલિકોપ્ટર પર ઈરાનનો હુમલો
બીજી તરફ અમેરિકન અધિકારીઓએ પણ કેટલીક ઘટનાઓની પુષ્ટી કરી છે. તેમના જણાવ્યા મુજબ, ઈરાને અમેરિકાનું F15E જેટને તોડી પાડ્યું છે. આ ઉપરાંત કુવેતમાં A10 વૉર્થોગ પર હુમલો થતા પાયલટે ઈજેક્ટ કરવું પડ્યું છે. એવું કહેવાયું છે કે, ગુમ પાયલટને શોધવા ગયેલા બે બ્લૈક હૉક હેલિકોપ્ટર પર ઈરાને ફાયરિંગ કર્યું છે, જોકે તે સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયું છે. પાયલટ અને ક્રૂને કોઈ નુકસાન થયું હોવાની માહિતી અપાઈ નથી.
ઈરાને ઈઝરાયલ-ખાડી દેશોમાં મચાવી તબાહી
IRGCએ એવો પણ દાવો કર્યો છે કે, તેણે ઈઝરાયલના વિવિધ વિસ્તારોમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. આ ઉપરાંત કુવૈતમાં અમેરિકન HIMARS રૉકેટ સિસ્ટમ અને બહેરીનમાં પૈટ્રિયટ મિસાઈલ બેટરીઓને ટાર્ગેટ કરી છે, જોકે આ દાવાઓની હજુ પુષ્ટી થઈ નથી. જુલ્ફારીએ કહ્યું કે, ઈરાન ટૂંક સમયમાં પોતાના એરસ્પેસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે અને દુશ્મનની નબળાઈ વિશ્વ સામે ઉજાગર કરશે.