
શું છે ચક્ષુ (Chakshu) પોર્ટલ?
ચક્ષુ પોર્ટલ એ ભારત સરકારના ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પ્લેટફોર્મનો એક ભાગ છે. તાજેતરમાં રાજસ્થાન પોલીસે પણ આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે.
નંબર થશે બ્લોક: જો તમે કોઈ શંકાસ્પદ નંબરની (Fraud) અહીં જાણ કરો છો, તો માત્ર તે નંબર જ નહીં, પણ તે મોબાઈલનો IMEI નંબર પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. એટલે કે, ગુનેગાર તે ફોનનો ફરી ઉપયોગ કરી શકશે નહીં.
કેવા પ્રકારના કોલ કે મેસેજની રિપોર્ટ કરી શકાય?
જો તમને નીચે મુજબના કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર દેખાય તો તરત જ ચક્ષુ પોર્ટલ પર જાઓ:
ડિજિટલ અરેસ્ટ: પોલીસ કે એજન્સીના નામે ડરાવીને ધરપકડની ધમકી આપતા કોલ્સ.
નકલી KYC: બેંક એકાઉન્ટ કે સિમ કાર્ડ બ્લોક થઈ જશે તેમ કહી KYC અપડેટ કરાવતા મેસેજ.
વિદેશી નંબરો: જો +92 (પાકિસ્તાન), +84 (વિયેતનામ) જેવા ઇન્ટરનેશનલ નંબરો પરથી વારંવાર કોલ કે વોટ્સએપ મેસેજ આવતા હોય.
લોટરી કે નોકરીની લાલચ: નકલી લિંક્સ મોકલીને વ્યક્તિગત વિગતો માંગતા મેસેજ.
કઈ રીતે કરશો સાયબર Fraudનો રિપોર્ટ?
શંકાસ્પદ નંબરની જાણ કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે:
વેબસાઇટ: https://sancharsaathi.gov.in/sfc
અહીં જઈને તમારે ફ્રોડની કેટેગરી પસંદ કરી, શંકાસ્પદ નંબર અને તેની વિગત આપવાની રહેશે.
જો પૈસાની છેતરપિંડી થઈ હોય તો શું કરવું?
યાદ રાખો કે ચક્ષુ પોર્ટલ (Fraud) માત્ર શંકાસ્પદ નંબરની જાણ કરવા માટે છે. જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થઈ ગઈ હોય અને તમે પૈસા ગુમાવ્યા હોય, તો:
તરત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો.
અથવા [શંકાસ્પદ લિંક દૂર કરી] પર તમારી ફરિયાદ નોંધાવો.