આંદોલનથી Affidavit સુધીની સફર ! ખેડૂત નેતા રાજુ કરપડા 4 વર્ષમાં લખપતિમાંથી બન્યા કરોડપતિ,જાણો સંપત્તિ

Spread the love

 

  • ખેડૂત નેતા રાજુ કરપડાએ Affidavit માં સંપતિ કરી જાહેર
  • સુરેન્દ્રનગર જીલ્લાના મુળી-02 જી.પં. બેઠકના છે ઉમેદવાર
  • 3.54 વર્ષમાં રાજુ કરપડાની સંપતિમાં 5 ગણો વધારો થયો
  • 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ સંપતિ રૂ.61 લાખ દર્શાવી હતી
  • 2026માં સંપતિ વધીને રૂ.3.21 કરોડ સુધી પહોંચી
  • 40 વીઘા જમીન અને રૂ.20 લાખની ઈનોવા કાર ખરીદી
  • સોના ચાંદીના દાગીનાની કિંમત પણ રૂ.69 લાખ સુધી પહોંચી

Raju Karapada Affidavit Details: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાની મૂળી-02 (Muli-02) જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા (Raju Karapada) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામામાં તેમની સંપત્તિના આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. માત્ર 3.54 વર્ષના ટૂંકા ગાળામાં તેમની કુલ મિલકતમાં ધરખમ 5 ગણો વધારો નોંધાયો છે.

2022 થી 2026: સંપત્તિનો ગ્રાફ આસમાને

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી (Assembly Election) સમયે રાજુ કરપડાએ પોતાની કુલ સંપત્તિ અંદાજે રૂ. 61 લાખ દર્શાવી હતી. જોકે, 2026ની આ ચૂંટણીના સોગંદનામા મુજબ તેમની સંપત્તિ હવે વધીને રૂ. 3.21 કરોડ (Rs 3.21 Crore) સુધી પહોંચી ગઈ છે. આ આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે તેમની આર્થિક સ્થિતિમાં ટૂંકા સમયમાં મોટો બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતોના પ્રશ્નો માટે લડતા નેતાની વ્યક્તિગત સંપત્તિમાં થયેલો આ વધારો હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *