
ઉપરાંત વધુ પ્રેક્ટીક્લ વલણ અપનાવીને ખરેખર શાંતિ સમજુતી ઇચ્છી રહ્યું છે.
તૂર્તમાં વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ થશે અને સમાધાન થઇ જવાના સંજોગોમાં ખૂદ પોતે ઇસ્લામાબાદ જશે.
વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે. આ સમજૂતી છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કાયમી ધોરણે રોકવામાં મદદરૂપ થઈ શકે છે.
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે જો ઈરાન સાથેની આગામી રાઉન્ડની વાતચીત સફળ રહેશે, તો તેઓ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે. `ઈરાન લગભગ દરેક બાબત પર સહમત થઈ ગયું છે.’ આગામી વાટાઘાટો આ સપ્તાહના અંતમાં થવાની શક્યતા છે, જેને લઈને વિશ્વભરની નજર ઈસ્લામાબાદ પર ટકેલી છે.
ટ્રમ્પે જણાવ્યું કે ઈરાને ‘ન્યૂક્લિયર ડસ્ટ’ (સંવર્ધિત યુરેનિયમ) પરત આપવાની તૈયારી દર્શાવી છે. વોશિંગ્ટન આ સામગ્રીને પરમાણુ હથિયારો બનાવવા માટે જોખમી માને છે. ટ્રમ્પના મતે, તેહરાન હવે પહેલા કરતા વધુ નરમ વલણ અપનાવી રહ્યું છે અને તેઓ ખરેખર શાંતિ સમજૂતી ઈચ્છે છે.
વર્તમાન યુદ્ધવિરામ આવતા અઠવાડિયે સમાપ્ત થઈ રહ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને યુદ્ધવિરામ લંબાવવાની જરૂર લાગતી નથી કારણ કે વાતચીત સકારાત્મક દિશામાં છે. જોકે, તેમણે સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જો આ વખતે વાટાઘાટો નિષ્ફળ જશે, તો બંને પક્ષો વચ્ચે ફરીથી ભયંકર લડાઈ શરૂ થઈ શકે છે.
ચીન પહેલાથી જ પાક. પાછળ છે, ત્યારે…
હવે ટ્રમ્પે પાક. સૈન્યની પ્રશંસા કરતા ભારત માટે ટેન્શનની વાત
વોશિંગ્ટનઃ ઈરાન સાથે યુદ્ધ દરમિયાન અમેરિકા જે રીતે ડીલ પાકિસ્તાનના સહારે થઈ છે તે ભારત માટે ચિંતાની વાત છે. ચીન પહેલાથી જ પાકિસ્તાનની પાછળ ઉભું છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ પણ પાકિસ્તાનની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
ખાસ બાબત એ છે કે, રાજનીતિક નેતૃત્વના બદલે પાકિસ્તાની સૈન્ય નેતૃત્વની ખુલીને પ્રશંસા કરી રહ્યા છે, જેથી ખબર પડે છે કે વોશિંગ્ટન હવે અસીમ મુનીરને જ અસલી શાસન માની રહ્યા છે.
એકસપર્ટનું કહેવું છે કે, આ એક નવા પ્રકારના રિજયોનલ ઓર્ડર બનાવવાની ક્ષમતા રાખે છે, જયારે ઈરાન કે જેની સાથે કયારેક પરસ્પર સમજ અને સંબંધો રહ્યા, તે હાલ વાતો સુધી સીમીત રહી ગયા છે.
અમેરિકા જે ઈચ્છે તે મેળવે જ છે, ઈરાન પર તુર્તમાં વિજય મળી જશે; હુંકાર
વોશિંગ્ટન તા.17
યુરેનિયમ સોપવા તૈયાર થઈ ગયાના અમેરિકન પ્રમુખના દાવાને ઈરાને ફગાવી દીધાના સંકેતો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એવુ જાહેર પણ કરી દીધુ છે કે મધ્યપુર્વના વર્તમાન યુદ્ધમાં અમેરિકા વિજયના માર્ગે છે.
લાસ વેગાસ ખાતેના કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનની અણુદોડ ખરાબ વાત હતી અને તે રોકવા જ યુદ્ધ કરાયુ છે. ભુતકાળના કાર્યકાળના યુદ્ધ વધુ ચાલ્યા હતા. ઈરાન સામેનો વિજય તુર્તમાં મળી જવાનો છે. ટુંકાગાળામાં જ અમેરિકાનો વિજય થઈ જશે.
ઈરાન સ્માર્ટ અને મજબૂત રાષ્ટ્ર હોવા છતાં અમેરિકન સૈન્યએ વિનાશક હુમલા કરીને તેની સૈન્ય તાકાત ખત્મ કરી નાખી હતી. ઈરાનના નૌકાદળનુ તો હવે નામોનિશાન નથી. તમામ 158 ઈરાની જહાજ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. કાસિમ સોલેમની વિશ્વનો સૌથી ખતરનાક ત્રાસવાદી હતો અને તેના મોતથી ઈરાન વધુ નબળુ પડયુ હતું.
`હવામાં મહેલ બાંધવાના સપના ન જુઓ’… ટ્રમ્પના દાવાની ઈરાને મજાક ઉડાવી
અમેરિકી પ્રમુખના નિવેદન સામે ફારસી કહેવત ટાંકીને આકરો કટાક્ષ કર્યો
તહેરાન તા.17
મેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો હવે એક નવા વળાંક પર પહોંચી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ સમજૂતીની ખૂબ નજીક છે, પરંતુ ઈરાને તેમના દાવાઓની મજાક ઉડાવતા તેને `હવામાં મહેલ’ ગણાવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે પરમાણુ સમજૂતી પર પ્રગતિ થઈ રહી છે. “ઈરાન હવે એવા પગલાં ભરવા તૈયાર છે જેના માટે તે બે મહિના પહેલા તૈયાર નહોતું.’ જો જરૂર પડશે તો સીઝફાયર (સંઘર્ષ વિરામ) લંબાવવામાં આવશે, પરંતુ હાલ અમે સમજૂતીની એટલી નજીક છીએ કે તેની કદાચ જરૂર નહીં પડે.
ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું કે આ ડીલથી અમેરિકાને મફત તેલ મળી શકે છે અને તેલના ભાવમાં મોટો ઘટાડો થશે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત થવાની વાત પણ કરી, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
બીજી તરફ, ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર (IRIB) એ ટ્રમ્પની મજાક ઉડાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્રમ્પની ક્લિપ શેર કરતા લખ્યું કે અમેરિકી નેતા “હવામાં મહેલ’ બનાવી રહ્યા છે.
ઈરાને એક ફારસી કહેવત ટાંકીને કટાક્ષ કર્યો કે, “ઊંટ સપનામાં કપાસના બીજ (બિનોલા) જુએ છે, ક્યારેક તેને આખા ગળી જાય છે તો ક્યારેક દાણા-દાણા કરીને ખાતો રહે છે.” એટલે કે, ટ્રમ્પ જે વિચારી રહ્યા છે તે માત્ર એક કલ્પના છે.