દેશથી મહિલા શક્તિને દબાવી દેવામાં આવી છે, તેમના સપનાઓને ક્રૂરતાપૂર્વક કચડી નાખવામાં આવ્યા છે: pm મોદી

Spread the love
લોકસભામાં મહિલા અનામત બિલ સંબંધિત સુધારા બિલનો પરાજય થયા બાદ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે . તેમણે બિલની હાર માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે વિપક્ષે પોતાના સ્વાર્થને કારણે બિલ પસાર થતું અટકાવ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની મહિલા શક્તિને દબાવી દેવામાં આવી છે અને તેમના સપનાઓને ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે સરકારે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી, અને નારી શક્તિ વંદન કાયદામાં સુધારો કરવામાં આવ્યો ન હતો.

 

બહુમતિ ન મળતા બિલ પાસ ન થયું

 

મહિલા અનામત સંબંધિત 131 મા બંધારણીય સુધારા બિલને પસાર કરવા માટે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. લોકસભામાં કુલ 528 મત પડ્યા હતા. સરકારને બિલ પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, પરંતુ તેના પક્ષમાં માત્ર 298 મત પડ્યા હતા. પરિણામે, 54 મતોની અછતને કારણે બિલ રદ થયું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *