અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પત્રકારોના ડિનરમાં ફાયરિંગની ઘટના બાદ CBS ન્યૂઝને ઈન્ટરવ્યુ આપ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યારે ફાયરિંગ થયું તો હું જમીન પર પડી ગયો અને ફર્સ્ટ લેડી પણ. સુરક્ષાદળોના તત્કાલ સક્રિય થવા પર ટ્રમ્પે કહ્યું કે હું જોવા ઈચ્છતો હતો કે આખરે શું થઈ રહ્યું છે અને હું તેના માટે સરળ બની રહ્યો નહોતો.
તેમણે કહ્યું કે હું સારા લોકોથી ઘેરાયેલો હતો અને લગભગ મને તેમણે થોડું ધીમે કામ કરવા માટે મજબૂર કરી દીધા.
ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તમને ખબર છે કે તમે શૂટરના નિશાના પર હતા? તેના જવાબમાં તેમણે કહ્યું- મને નથી ખબર. મેં એક મેનિફેસ્ટો વાંચ્યો. તે રેડિકલાઇઝ્ડ છે. તે એક ક્રિશ્ચન વિશ્વાસી હતો અને પછી તે એન્ટી-ક્રિશ્ચન બની ગયો અને તેમાં ઘણા ફેરફાર આવ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે વ્હાઇટ હાઉસ પત્રકારો ડિનર શૂટિંગ દરમિયાન સીક્રેટ સર્વિસ ઇવેક્યુએશનમાં વિલંબ કર્યો કારણ કે તેઓ જોવા ઈચ્છતા હતા કે શું થઈ રહ્યું છે.
શૂટરના પરિવારે પોલીસમાં આપી હતી ફરિયાદ
શૂટરના ભાઈ અને બહેને પહેલા જ પોલીસને તેના શંકાસ્પદ વ્યવહારની માહિતી આપી હતી અને તેમનો પરિવાર ખુબ પરેશાન હતો. હુમલાખોરમાં એક ઈસાઈને માનનારથી ઈસાઈ-વિરોધી વ્યક્તિમાં અચાનક ફેરફાર થયો. તો ઈજાની ચિંતા પર ટ્રમ્પે કહ્યુ- મને ઈજાની ચિંતા નથી. હું જીવનને સમજું છું. આપણે એક પાગલોથી ભરેલી દુનિયામાં રહીએ છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પત્રકાર ડિનર દરમિયાન થયેલી સુરક્ષા ઘટના પર પ્રતિક્રિયા આપતા સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોઈપણ મોટા કાર્યક્રમમાં સુરક્ષાને લઈને આલોચના કરી શકાય છે, પરંતુ આ મામલામાં ડ્યુટી પર તૈનાત કર્મીઓએ સારૂ કામ કર્યું.
શૂટિંગ દરમિયાન મેલાનિયાની કેવી હતી સ્થિતિ? ટ્રમ્પે જણાવ્યું
વ્હાઇટ હાઉસ પત્રકાર એસોસિએશન (WHCA) ડિનરમાં થયેલી સુરક્ષા ઘટના બાદ એક નિવેદનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે જો હુમલાખોરની ગતિ જોવામાં આવે તો NFL એ તેને સાઇન કરી લેવો જોઈએ, તે ખુબ ઝડપી હતો. ટ્રમ્પે સુરક્ષા ઘટના દરમિયાન પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે તેમણે પહેલા પણ આવી સ્થિતિનો સામનો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે પણ આ સ્થિતિને ખુબ સારી રીતે સંભાળી હતી.
