
તો બીજી બાજુ કોલકતાથી ભવાનીપુર સહિતની હાઈપ્રોફાઈલ બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ તથા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ટોળાને વિખેરવા માટે સીઆરપીએફે લાઠીચાર્જ કર્યો હતો.
બીજી તરફ ભવાનીપુરની હાઈપ્રોફાઈલ બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનરજી ચુંટણી લડી રહ્યા છે અને તેની સામે ભાજપના સુવેન્દુ અધિકારીની ટકકર છે. આજે બંને નેતાઓ તેમના સેંકડો ટેકેદારો સાથે રોડ પર ફર્યા હતા અને સામાસામા સૂત્રોચ્ચાર થયા હતા. ગત ચુંટણીમાં સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર મમતાને પરાજીત કર્યા હતા અને હવે તેમાં મમતા સામે ભવાનીપુરમાં લડી રહ્યા છે.
તેઓ આ બેઠકના એક મતદાન કેન્દ્રનું નિરીક્ષણ કરીને બહાર આવ્યા બાદ જય શ્રી રામ હિન્દુ હિન્દુ ભાઈ ભાઈના નારા લગાવ્યા તો અહી હાજર રહેલા તૃણમુલના કાર્યકર્તાઓએ જય `બંગાળ’ ના નારા લગાવતા થોડી ઝડપ થઈ હતી તો પાનીહાટી બેઠક પર આરજે કર મેડીકલ કોલેજના રેપ પીડીતાના માતા રત્ના દેબનાથ ચુંટણી લડી રહ્યા છે. તેઓએ આક્ષેપ કર્યો કે તૃણમુલના કાર્યકર્તાઓએ તેની સાથે ગેરવર્તન કર્યુ હતું.
બીજી તરફ ભવાનીપુરમાં મમતા બેનરજી તેમના સેંકડો કાર્યકર્તાઓ સાથે અનેક મતદાન મથકમાં ફરતા રહ્યા હતા. અહી બહારથી આવેલા ઓબ્ઝર્વર ભાજપનું કામ કરી રહ્યા હોવાનો આરોપ મુકયો હતો. તૃણમુલના નેતા અભિષેક બેનરજીએ પણ જે રીતે દળો ખડકીને ભયનું વાતાવરણ ઉભુ કરવા પ્રયાસ કરાયા છે.
તેના પર આક્રોશ દર્શાવતા હવે ફરી યુદ્ધ જહાજ- રાફેલ વિમાનો જ ઉતારવાના બાકી છે તેવું જણાવ્યું હતું. આજે મતદાન પુરુ થયા બાદ તા.4 મે ના પરિણામ જાહેર થશે.
પશ્ચિમ બંગાળમાં ઇવીએમમાં ભાજપના બટન પર ટેપ લગાડાઇ!
તૃણમુલ પર આરોપ : જો આક્ષેપ સાચા પુરવાર થશે તો ફેરમતદાનની ચૂંટણી પંચની જાહેરાત
કોલકતા, તા. ર9
પશ્ચિમ બંગાળમાં આજે મતદાન સમયે અનેક મતદાન મથકોમાં ઇવીએમમાં ભાજપના બટન પર ટેપ લગાડાઇ હોવાનું આરોપ મુકાયો છે અને તે રીતે મતદાર ભાજપ તરફી મતદાન ન કરી શકે તેવું તૃણમુલ કોંગ્રેસે કર્યુ હોવાનો આરોપ મુકયો હતો.
ભાજપ સોશ્યલ મીડિયાના અધ્યક્ષ અમિત માલવીયાએ આ અંગે કેટલાક ઇવીએમની તસ્વીરો પણ રીલીઝ કરી હતી અને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા આ અંગે તપાસ કરાવવી જોઇએ. બીજી તરફ પંચે તેના પર પ્રતિભાવ આપતા જણાવ્યું કે, જે જે મતદાન મથકો પર આ પ્રકારે ઇવીએમમાં ટેપ લગાડાયું છે તેવું જાહેર થશે તો તે મતદાન મથક ઉપર ફરી વખત મતદાન કરાવાશે.
મમતાના આવાસથી 100 મીટર દુર સુવેન્દુ પહોંચતા `ગો બેક’ના નારા : અનેક સ્થળોએ બળપ્રયોગ
ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીને ટીએમસી કાર્યકર્તાએ ઘેરતા જબરો હંગામો સર્જાયો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો બીજી તરફ ફાલામાં ધમાલ કરી રહેલા મતદારો ઉપર પણ લાઠીચાર્જ કરાયા છે.
સત્તાગાછીઆમાં પણ કેન્દ્રીય દળોએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરતા એક બાળક ઘાયલ થયો હતો. સાઉથ પરગણામાં ભાજપના એક ઉમેદવારની કાર પર તૃણમુલ કોંગ્રેસના ટેકેદારોએ હુમલો કર્યો હતો. મમતાના આવાસથી 100 મીટર પહોંચેલા સુવેન્દુ અધિકારી સામે ગો બેકના નારા લાગ્યા હતા તો આરજીકર રેપના પીડિતાના માતા જે ચૂંટણી લડી રહ્યા છે ત્યાં તેઓએ પણ તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને પરેશાન કરી રહ્યા હોવાનો આરોપ મુકયો હતો.