1992માં હત્યા, લાશ 2026માં મળી! દ્રશ્યમ ફિલ્મને ટક્કર મારે તેવી વાસ્તવિક હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

Spread the love
દ્રશ્યમ ફિલ્મને ટક્કર મારે તેવી વાસ્તવિક હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધો છે. 1992માં થયેલી યુવતીના મર્ડર કેસની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને શંકા થઈ કે હત્યા બાદ તેની લાશ દાટી દેવામાં આવી હોઈ શકે છે. જેથી ટીમ બુધવારે જેસીબી સાથે વટવા સ્થિતિ કુતુબનગર પહોંચી હતી અને ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અવશેષો દેખાતા તેને બહાર કાઢવા (એક્સહ્યુમેશન)ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એફએસએલની ટીમ દ્વારા અવશેષો એકત્રિત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

શુ છે મામલો?

વર્ષ 1992માં થયેલા એક હત્યાકાંડનો ભેદ ક્રાઇમ બ્રાંચે અત્યંત અસામાન્ય અને રસપ્રદ પરિસ્થિતિઓમાં ઉકેલી દીધો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશ આરોપીના ઘરની પાસે આવેલા કૂવામાં ગુપ્ત રીતે ફેંકી દેવામાં આવી હતી, જેના કારણે વર્ષો સુધી આ ગુનો છુપાયેલો રહ્યો હતો.

 

આરોપીના પરિવારના સભ્યોને મૃતક વારંવાર દેખાતો હોવાનો ભ્રમ (હેલ્યુસિનેશન) થવા લાગતા આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો હતો. પરિવારના સભ્યોમાંં ભય અને માનસિક તણાવ વધી ગયો હતો. આનાથી મુક્તિ મેળવવા માટે તેઓ તાંત્રિક વિધિઓ પણ કરાવી હતી.

 

આ અપરંપરાગત માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જેના પરિણામે વર્ષોથી દફનાયેલા આ ગુનાનો ભેદ ખુલ્યો હતો. આ ઘટના એ દર્શાવે છે કે તપાસ દરમિયાન અસામાન્ય સ્ત્રોતોમાંથી મળતી માહિતી પણ ઘણી મહત્વપૂર્ણ બની શકે છે.

 

શંકાસ્પદ મૃતદેહની ઓળખ ફરઝાના ઉર્ફે શબનમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં મુખ્ય આરોપી શમશુદ્દીન જાણવા મળી રહ્યું છે પરંતુ તે મૃત્યુ પામ્યો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાંચ હાલમાં આ કેસમાં અન્ય સહઆરોપીઓ અને સાક્ષીઓની પણ તપાસ કરી રહી છે.

 

પ્રાથમિક તપાસ મુજબ હત્યાનું કારણ ‘ક્રાઇમ ઑફ પેશન’ ગણાવવામાં આવી રહ્યું છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરની શંકામાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આખા કેસની તપાસ ચાલી રહી છે. જેથી આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *